/
આજથી ગુજરાતમાં શ્રાવણ મહિના નો પ્રારંભ એક ક્લિકમાં કરો તમામ જ્યોતિર્લિગના દર્શન 

ગુજરાત માં પવિત્ર ગણાતો એવો શ્રાવણ મહીનો આજ થી શરૂ થઇ ગયો છે. ત્યારે આ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે સંખ્યામાં ભીડ જોવા મળે છે .ત્યારે દેશભરમાં આવેલા 12 જ્યોતિર્લિંગો વિશે અને તેની વિશષ્ટતાઓ અને તેની પાછળ જોડાયેલી વિવિધ પૌરાણિક કથાઓ વિશે આ અહેવાલ

સોમનાથ જ્યોતિર્લિંગ 

સોમનાથ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર (ગુજરાત)માં માં આવેલું 12 જ્યોતિર્લિંગ માનું સૌથી જૂનું અને મહત્વનું જ્યોતિર્લિંગ છે જે વેરાવળ નજીક પ્રભાષ તીર્થમાં આવેલું છે.પ્રજાપિતા દક્ષના શાપમાંથી મુક્તિ મેળવવા સોમે(ચંદ્રે) શિવજીને રીઝવવા તાપ કર્યું હતું. પ્રશન્ન થયેલા શિવજી અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતર્યા હતા.જ્યોતિર્લિંગ અંગે માન્યતા છે કે સોમનાથના શિવલિંગની સ્થાપના સ્વયં ચંદ્રદેવે કરી હતી.આ કારણે શિવલિંગનું નામ સોમનાથ પડ્યું છે.

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ

આંધ્રપ્રદેશના કૂનૂર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લિંગ આવેલું છે. પ્રાચીન કથા અનુસાર શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને ભરમારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લિંગનું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચપાંડવ લિંગની સ્થાપના અહિયાં કરી હતી.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ

ઉજ્જૈન (મધ્યપ્રદેશ)માં આવેલુ આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લિંગ છે.આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રીક મહત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લિંગ સ્વયંભૂ છે. હકીકતમાં મહાકાલ જ્યોતિર્લિંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે.આને ઉદ્ધવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ

મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે.આ સ્થાન પર ભગવાન શિવના બે મંદિરો છે-ઓમકારેશ્વર અને મમલેશ્વર.કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છુટુ પડી ગયું હતું.ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંયાનો પર્વત ૐ આકારમાં દેખાય છે.આ સાથે નર્મદા નદી પણ ૐ આકારમાં દેખાય છે.ઓમકારેશ્વર સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે.કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની ગુફામાં રહેતા હતાં.

કેદારનાથ જ્યોતિર્લિંગ

કેદારનાથ ઉત્તરાખંડના હિમાચલ માં આવેલ છે કેદારનાથ મંદિરનો બાર જ્યોતિર્લિંગમાં સમાવવાની સાથે સાથે ચાર ધામમાં પણ તેનો સમાવેશ થાય છે.પ્રતિકૂળ જળવાયુને કારણે આ મંદિર એપ્રિલથી નવેમ્બર સુધીજ દર્શન માટે ખુલ્લું મુકવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે પથ્થરથી બનેલા આ સુંદર મંદિરનું નિર્માણ શંકરાચાર્યએ કરાવ્યું હતું.

ભીમાશંકર જ્યોતિર્લિંગ

મહારાષ્ટ્રમાં પુના નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભમવતી નદીના કિનારે આવેલ છે.કહેવામાં આવે છે કે ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને તે હેરાન કરતો હતો.આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયાં ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યાં બાદ ભક્તોના આગ્રહના કારણે ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઇ ગયાં.એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ

ભારતનું પ્રાચીન નગર વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે.આ મંદિર પાછળના એક હાજર વર્ષોથી અહીંયા આવેલું છે કાશી વિશ્વનાથનું હિન્ડી ધર્મમાં એક વિશિષ્ઠ મહત્વ આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નાહવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.આ મંદિરના દર્શન માટે શંકરાચાર્ય,રામકૃષ્ણ પરમહંસ,સ્વામી વિવેકાનંદ,સ્વામી દયાનંદ,તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.

ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ

નાસિક (મહારાષ્ટ્ર)માં આવેલ ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ ત્રણેયનો સમાવેશ થાય છે.આ બધા જ જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ જ બિરાજમાન છે.ગોદાવરી નદી કિનારે આવેલું આ ત્રયંબકેશ્વર મંદિર કાળા પથ્થરોથી બનેલું છે.મંદિરનું સ્થાપત્ય અદભુત છે. આ મંદિરમાં કલશર્પ શાંતિ,ત્રિપિંડી વિધિ નારાયણ નાગબલીની પૂજા થાય છે.

બૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ઝારખંડના દેવધર નામના સ્થાને આ જ્યોતિર્લિંગ આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનું ઘર.આ જ્યોતિર્લિંગનું એક સિદ્ધપિઠ છે.કહેવામાં આવે છે કે અહીંયા આવનારા દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે.આ લિંગ ને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ

ગુજરાત(ઘ્વારકા)માં આવેલું આ જ્યોતિર્લિંગની ઋગ્વેદની કથા ખુબ જ રોચક છે.શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લિંગની કથાનું વર્ણન છે.ડેસ્ક નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવભક્ત સુપ્રિયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો.તેને ૐ નમઃ શિવાય નમંત્રનો જાપ કર્યો હતો,તેથી ભગવાન શિવ અહિયા પ્રગટ થઇ જ્યોતિર્લિંગ સ્વરૂપે વાસ કર્યો હતો.

રામેશ્વર જ્યોતિર્લિંગ

તામિલનાડુમાં આવેલ આ જ્યોતિર્લિંગ સમુદ્રકિનારે સ્થાપિત છે.અહિયાં શ્રીરામે ભગવાન શંકર ની પૂજા કરી હતી.રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ના થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી.રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.

ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ઘૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.બાર જ્યોતિર્લિંગમાંના આ એક જ્યોતિર્લિંગ ને ઘણા લોકો ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે.આ મંદિરનું નિર્માણ દેવી અહિલ્યાબાઇ હોલ્કરે કરાવ્યું હતું.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution