આજે થયેલા તોફાનોના દ્રશ્યો અને વિડીયો ક્લિપ સોશ્યિલ મીડીયામાં વાયરલ થવા પામી હતી. સામાન્ય છમકલાના પગલે સમગ્ર શહેરના મોટા ભાગના સંવેદનશીલ વિસ્તારમાં ઉતેજના ફેલાઇ હતી. શ્રીરામની શોભાયાત્રામાં પથ્થરમારાની જાણ થતા જ શહેરના હિન્દુ સમાજમાં પણ ભારે રોષ ફેલાયો હતો. આ બનાવના પગલે શહેરના સંવેદનશીલ ગણાતા યાકુતપુરા, બાવામાનપુરા, માંડવી, મોગલવાડા, વાડી સહિતના વિસ્તારોમાં બંન્ને કોમના ટોળા રોડ ઉપર આવી ગયા હતા. જાે કે બંન્ને કોમના ટોળા વચ્ચે ફરી કોમી છમકલુ ના સર્જાય તેની તકેદારી રાખીને પોલીસે બંંન્ને કોમના ટોળાને સમજાવી અંદર મોકલી આપ્યા હતા.