ભરૂચ, ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, રોજના પોઝીટિવ કેસોએ જ્યાં એક તરફ હોસ્પિટલો હાઉસફુલ બન્યા છે તો બીજી તરફ પ્રથમ રાત્રી કરફ્યુ અને બાદમાં દિવસ દરમિયાનનાં લડાયેલ તંત્રની ગાઈડલાઈનનાં આદેશોનું છેલ્લા એક સપ્તાહથી શહેરીજનો સહિત જિલ્લાની જનતા પાલન કરી રહી છે. ભરૂચ શહેરમાં મીની લોકડાઉન જેવી સ્થિતીનું સર્જન છેલ્લા ૧૦ દિવસથી સર્જાયુ છે, જ્યાં મોટા ભાગના ધંધા રોજગાર બંધ હાલતમાં જાેવા મળી રહ્યા છે, તંત્રની ગાઇડલાઈન મુજબની જ સેવાઓ ભરૂચમાં ચાલુ છે, તે પૈકીના તમામ વ્યવસાય બંધ નજરે પડી રહ્યા છે, જેને લઈ બપોર પડતા જ શહેરમાં સન્નાટો જાેવા મળતો હોય છે. મહત્વની બાબત છે કે કોરોનાનાં વધતા કેસો અને મોતના તાંડવ વચ્ચે ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તાર લોકો સ્વંયમ હવે આ વિકટ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તંત્રના આદેશોનું ચુસ્ત પાલન કરતા નજરે પડી રહ્યા છે, અને આ સંક્રમણમાંથી વહેલી તકે મુક્તિ મળે તેવી દુઆઓ મનોમન કરતા નજરે પડી રહ્યા છે.