મુંબઇ-

મહારાષ્ટ્રમાં કોરોનાની બેકાબૂ સ્પીડની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સખ્ત લોકડાઉનના સંકેત આપી દીધા છે. બે દિવસની અંદર તેઓ તેની જાહેરાત કરી શકે છે. સૂત્રોના મતે રવિવારના રોજ ટાસ્ક ફોર્સની ખાસ બેઠક બોલાવી છે. ચર્ચા છે કે કોરોનાની ચેઇન તોડવા માટે ૮ દિવસ કે પછી ૧૫ દિવસનું સખ્ત લોકડાઉન લગાવી શકે છે. જાે કે તેના પર આખરી ર્નિણય રવિવાર અને સોમવારના રોજ યોજાનાર કેટલીક બેઠકો બાદ જ લેવાશે.

આ સંબંધમાં શનિવારના રોજ મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સર્વદલીય બેઠક બોલાવી હતી. આ મીટિંગમાં ઠાકરે એ સ્પષ્ટ ઇશારો કરી દીધો છે કે તેઓ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને રોકવા માટે ટૂંક સમયમાં જ સખ્ત લોકડાઉન લગાવા માંગે છે.બેઠકમાં મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે લોકડાઉન સિવાય બીજાે કોઇ વિકલ્પ નથી. તેમણે લોકોની મદદ માટે બે દિવસમાં યોજના તૈયાર કરવાની વાત કહી. ઉદ્ધવે સ્પષ્ટ કહ્યું કે કોરોનાની ચેઇન તોડવા માટે સખ્ત લોકડાઉન લગાવાની જરૂર છે. સખ્ત લોકડાઉન અને છૂટ બંને એક સાથે ચાલી શકે નહીં.

જાે કે વિપક્ષી દળ ભાજપે વચ્ચેનો રસ્તો નીકાળવાની વાત કહી છે. તેમનું કહેવું છે કે સંપૂર્ણ લોકડાઉન ઉપાય નથી. આમ આદમી, ગરીબ, મજૂર અને વેપારીઓ અંગે પણ સરકારે વિચારવું જાેઇએ. જ્યારે સરકારમાં સામેલ એનસીપી અને કોંગ્રેસે મુખ્યમંત્રીને કડક ર્નિણય લેવા માટે સમર્થન આપ્યું છે. ઠાકરે એ કહ્યું કે આ બેઠક ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ માટે બોલાવામાં આવી છે નહીં તો શુક્રવારે જ ર્નિણય લઇ લેત. તેમણે વિપક્ષને આશ્વાસન આપ્યું કે તેમના મંતવ્યો પર સરકાર ગંભીરાતથી વિચાર કરશે. એક બાજુ જનભાવનાઓ છે તો બીજીબાજુ કોરોનાનો વધતો સંકટ એવામાં જાે આ લડાઇ જીતવી છે તો થોડીક ધીરજ રાખવી પડશે.

આ બધાની વચ્ચે મહારાષ્ટ્ર અને મુંબઇમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. શનિવારના રોજ મહારાષ્ટ્રમાં ૫૫૪૪૧ નવા કેસ સામે આવ્યા અને ૩૦૯ લોકોના મોત થયા. તો મુંબઇમાં શનિવારના રોજ કોરોનાના ૯૩૨૭ નવા નોંધાયા છે અને ૫૦ લોકોના મોત થયા. આની પહેલાં ૨૪ ઑક્ટોબરના રોજ મુંબઇમાં ૫૦ લોકોના મોત થયા હતા અને એ સમયે દર્દીઓની સંખ્યા ૧૨૫૭ હતી.