ગાંધીનગર-

આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં યોજાનારી 8 વિધાનસભાની પેટાચૂંટણી માટે ગઈ કાલે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ બેઠક પર કોંગ્રેસના નારાજ દાવેદાર અને પૂર્વ સાંસદ-પૂર્વ ધારાસભ્ય સવશીભાઈ મકવાના પૌત્ર ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આજે તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે. જોકે, તેનું કારણ હજુ જાણી શકાયું નથી. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર માટે થોડા રાહતના સમાચાર ગણાવી શકાય. 

તેમણે આજે જણાવ્યું હતું કે, હું ફોર્મ પાછું ખેંચવાનો નથી. હું અપક્ષ લડીશ અને જીતિશ. કોંગ્રેસે છેક સુધી ટિકિટ આપીશું એમ કહ્યુ અને છેલ્લે કોળી સમાજ ને ટિકિટ ન આપી. એટલે મેં અપક્ષ ઉમેદવારી કરી છે. મારો ભાજપ કે કોંગ્રેસ કોઇએ સમ્પર્ક કર્યો નથી. આમ, જીતનો દાવો કરનાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થઈ ગયું છે.