‘ભાજપાના ૨૦ વર્ષની વિકાસયાત્રા’ પર સંશોધન મુદ્દે વિદ્યાર્થીને હાંકી કાઢયો!

ણંદ,તા.૨૬

સ.પ.યુનિ. ખાતે ધરણાં,વલ્લભ વિદ્યાનગર સ્થીત સરદાર પટેલ યુનિવર્સિટીમાં જાતીવાદનો ભોગ બનેલ અને પોલીટીકલ સાયન્સમાં પીએચડી કરવા માગતા વિદ્યાર્થી નો પ્રવેશ રદ કરતાં આજથી યુનિવર્સિટી નજીક ધરણાં યોજતા આશ્ચર્ય સજૉવા પામ્યું હોય તેમ વિદ્યાર્થી દ્વારા ભાજપના વીસવર્ષના રાજકીય વિકાસ પર સંશોધન કરી પીએચડી કરવા માગતા વિદ્યાર્થી ને જાતીગત ભેદભાવથી યુનિવર્સિટી દ્વારા વંચિત રાખવાના કારસો રચતા સરદાર પટેલની કર્મભૂમિ, તેમના નામ સાથે સંકળાયેલ યુનિવર્સિટી રાજકીય રંગે રંગાઇ રહ્યા ના આક્ષેપ કરવામાં આવી રહ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીમાં પોલીટીકલ સાયન્સમાં પીએચડી કરવા માગતા કાન્તીભાઇ મકવાણા ને યુનિવર્સિટી ના સત્તાધીશ તથા વિભાગના વડા દ્વારા જાતીગત ભેદભાવ રાખી પીએચડી માં પુનઃ પ્રવેશ ને નકારવામાં આવતા વિદ્યાર્થી મકવાણાએ આજથી યુનિવર્સિટી નજીક ધરણાં યોજતા યુનિવર્સિટી વિરુદ્ધ અંગુલિનિર્દેશ થવા પામી રહ્યો છે. ત્યારે નવાઇ એછેકે વિદ્યાર્થી દ્વારા ભાજપના બેદાયકા ના રાજકીય વિકાસ પર સંશોધન કરી તેની ફેલોશીપ પાસ થઇ ગઇ હોવાછતાં યુનિવર્સિટી રાજકીય રંગે રંગાઇ હોય ભેદભાવ શા માટે?જેવા સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે.

ધરણાં પર બેઠેલ વિદ્યાર્થીના પીએચડી પ્રવેશ મુદ્દે યુનિ. નો ખુલાસો

ધરણાં પર બેઠેલ વિદ્યાર્થીના પીએચડી પ્રવેશ મુદ્દે યુનિ. નો ખુલાસો, અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીમાં રાજયશાસ્ત્રના પીએચડી પ્રવેશ મુદ્દે વિદ્યાર્થી કાન્તીભાઇ મકવાણાએ ધરણાં કરતાં તેના પલટવાર કરતાં યુનિવર્સિટીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે કાન્તીભાઇ મકવાણાને અગાઉ રાજયશાસ્ત્રના પીએચડી માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ સતત ગેરહાજર રહેતાં ડીઆરએસીની ભલામણ ધ્યાને લેતાં તેમનો પ્રવેશ રદ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતનો રોષ રાખી યુનિવર્સિટી વિરુદ્ધ જાતીગત આક્ષેપ શિક્ષણ જગતને ગેરમાર્ગે હોવાનો ખુલાસો ઇન્ચાર્જ કુલપતિ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution