વડોદરામાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો : પવન સાથે માવઠુ થતાં ઠંડક પ્રસરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2026  |   વડોદરા   |   1881

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે વડોદરામાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. તેજ ગતીએ પવન છુટતા ધુળની ડમરી ઉડવાની સાથે માવઠુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જાેકે, ઉનાળાની ઋતુમાં ફરી વડોદરા શહેર અને જિલ્લામાં માવઠુ થતા ખેડૂતો ચીંતાતુર બન્યા હતા.

હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા, ઉત્તર ગુજરાત અને વડોદરા, ભરૂચમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની શક્યતા વ્યક કરી હતી. જેમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળીયા વાતાવરણ વચ્ચે સાંજ થતા ૧૬ કી.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધુળની ડમરી ઉડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જાેકે, ગણતરીના સમયમાંજ પવન સાથે માવઠુ થતા લારી, પથારાવાળાઓમાં દોડધામ મચી હતી.

જાેકે, છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને ઉકળાટમાં માવઠુ થતા રાહત મળી હતી. જ્યારે બીજી તરફ માવઠાના કારણે ખેડૂતો ચીંતાતૂર બન્યા હતા.હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આજે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીના ધટાડા સાથે ૩૩.૪ ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતુ. જ્યારે લધુત્તમ તાપમાન ૨૪.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયુ હતુ. સવારે હવામા ભેજનું પ્રમાણ ૬૯ ટકા જે સાંજે ૫૫ ટકા અને હવાનું દબાણ ૧૦૦૬ મિલિબાર્સ અને દક્ષિણ-પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાકના ૧૬ કી.મી. નોંધાઈ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution