લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, માર્ચ 2026 |
2772
ગાંધીનગર, વિશ્વમાં ઇઝરાઇલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ લઇને દેશમાં પુરવઠા અને ક્રાઈસિસ ચાલી રહી છે. જે અંગે ગુજરાત વિધાનસભામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણલાલ સોલંકીએ રાજ્યના નાગરિકો માટે કેટલીક મહત્વની જાહેરાતો આજે ગૃહમાં કરી છે. આજે વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ રાજ્યની પુરવઠા વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં રાંધણ ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ માહિતી આપતા રાજ્યમાં ગૃહમાં ખાતરી આપી છે. પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું કે, હાલમાં પુરવઠા વિભાગ પાસે ૪,૧૬,૫૦૦ ગેસ બોટલનો સ્ટોક ઉપલબ્ધ છે, અને રાજ્યમાં ગેસની કોઈ તકલીફ જાેવા મળી નથી. વિકટ સમસ્યાઓ વચ્ચે પણ રાજ્યના નાગરિકો સુરક્ષિત છે. જેથી આગામી સમયમાં પણ રાજ્યના નાગરિકોને પૂરતા પ્રમાણમાં રાંધણ ગેસ મળી રહેશે. આ ઉપરાંત ૩.૩૪ કરોડ નાગરિકોને મફત અનાજ આપશે. જેમાં દ્ગહ્લજીછ હેઠળ રાજ્યના ૩ કરોડ ૨૪ લાખ નાગરિકોને હાલમાં નિ:શુલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા માટે મંત્રીએ જાહેરાત કરી હતી કે, હવે લાભાર્થીઓને છ્સ્ દ્વારા અનાજ આપવામાં આવશે. આ ઉપરાંત, ઓલ ટાઈમ મિલેટ્સ સિસ્ટમ દ્વારા લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવાની પણ યોજના છે. ઉપરાંત સરકારે કાર્ડધારક લાભાર્થીઓ માટે વધુ એક મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી લાભાર્થીઓને ૧ કિલોના પેકિંગમાં ખાંડ આપવામાં આવશે. તેમજ પુરવઠા સાથે આગામી તહેવારોમાં લાભાર્થીઓને ૧ લીટર સીંગતેલનું પેકિંગ પણ આપવામાં આવશે તેવી જાહેરાત મંત્રી રમણ સોલંકીએ ગૃહમાં કરી હતી. રમણ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગેસની સ્થિતિ અંગે સ્થિતિ અંગે ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા આગોતરું આયોજન કર્યું છે. જેમાં પુરવઠા વિભાગના અગ્રસચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય મોનીટરીંગ કમિટીની રચના કરી છે. જેમાં રાજ્યના દરેક જિલ્લામાં મોનીટરીંગ કમિટીની કરાઈ રચના કરવામાં આવી છે. મોનીટરીંગ કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરને બનાવાયા છે. પુરવઠા અને અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓ પણ કમિટીના સભ્ય નિયુક્ત કર્યા છે. આમ ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ મહત્વની જાહેર કરીને વર્તમાન સ્થિતિમાં પૂરતો રાંધણ ગેસ મળી રહે તે માટે આશ્વત કર્યા છે.