03, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
5049 |
પેટ્રોલમાં ઈથેનોલના ૧૯ ટકાથી વધુ બ્લેન્ડિંગને સફળતા
ઈથેનોલના બ્લેન્ડિંગને કારણે ક્રુડ તેલ આયાત બિલમાં નોંધપાત્ર ઘટાડાની શક્યતાં
નવેમ્બરથી શરૂ થતી ૨૦૨૫-૨૬ની નવી મોસમમાં ઈથેનોલનું અમર્યાદિત માત્રામાં ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને સરકારે પરવાનગી આપવામાં છે. ઈથેનોલ સપ્લાય ઈયર નવેમ્બરથી ઓકટોબર દરમિયાન રહે છે.
ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓ ઈથેનોલ સપ્લાય ઈયર ૨૦૨૫-૨૬ દરમિયાન શેરડીના રસ /ખાંડ સિરપ, બી હેવી મોલાસિસ તથા સી-હેવી મોલાસિસમાંથી ઈથેનોલનું કોઈ પણ પ્રકારની મર્યાદા વગર ઉત્પાદન કરી શકશે એમ અન્ન મંત્રાલય દ્વારા એક નોટિફિકેશનમાં જણાવાયું છે.
પેટ્રોલિયમ મંત્રાલય સાથે ચર્ચા કરીને અન્ન મંત્રાલય ખાંડને ઈથેનોલના ઉત્પાદન તરફ વાળવાના નિર્ણયની સમયાંતરે સમીક્ષા કરતું રહેશે જેથી ખાંડના ઉત્પાદનમાં ખલેલ ન પડે એમ નોટિફિકેશનમાં નોંધવામાં આવ્યું છે. વર્તમાન ૨૦૨૪-૨૫ના ઈથેનોલ સપ્લાય યર દરમિયાન સરકારે ૪૦ લાખ ટન ખાંડને ઈથેનોલના ઉત્પાદન તરફ વાળવા પરવાનગી આપી છે. ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપી રહી છે. 3
જાહેર ક્ષેત્રની તેલ રિફાઈનિંગ કંપનીઓ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ કરે છે. વર્તમાન વર્ષમા ૩૧ જુલાઈમાં સરેરાશ ૧૯.૦૫ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ સિદ્ધ કરવામાં સફળતા મળી છે.
પેટ્રોલમાં ઈથેનોલના બ્લેન્ડિંગને કારણે દેશના ક્રુડ તેલ આયાત બિલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળવાની શકયતા છે એટલુ જ નહીં દેશમાં પેટ્રોલ મારફત ફેલાતા પ્રદૂષણને પણ નિયંત્રણમાં લાવી શકાશે.