નવસારી-

નવસારીના વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી એક 28 વર્ષીય નર્સ, કે જે નવસારી સિવિલ હોસ્પીટલમાં નર્સ તરીકે જોબ કરતી હતી, તેણે અચાનક ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો છે. જેના કારણે સિવિલના નર્સો અને સ્ટાફમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ વિજલપોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને યુવતીના મૃતદેહને નીચે ઉતારીને નવસારી સિવિલ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત આપઘાતનો કેસ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે. પોલીસને યુવતીના મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં પરિવારના સદસ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના આપઘાત પાછળ તેની મેટ્રન તારા અને સિવિલ સર્જન દુબેના નામનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તે સ્યુસાઈડ નોટને લઈને તપાસનો દોર લંબાવ્યો છે.