દિલ્હી-

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમ્યાન વિવિધ હોસ્પિટલોમાં ઓકસીજન ની અછતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે શનિવારે 12 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા રચાયેલી આ રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનું કાર્ય દેશભરમાં ઓક્સિજનનું મૂલ્યાંકન, નિરીક્ષણ અને ફાળવણી કરવાનું રહેશે. ટાસ્ક ફોર્સમાં દેશભરની પ્રખ્યાત હોસ્પિટલોના અગ્રણી ડોકટરો સામેલ છે. કોર્ટ દ્વારા નિમાયેલી પેનલ ગ્રામીણ વિસ્તારોમાં આવશ્યક દવાઓ, માનવબળ અને તબીબી સંભાળના મુદ્દાઓ પર દ્રષ્ટિકોણના આધારે જાહેર આરોગ્ય અંગે પ્રતિસાદ પણ આપશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી રાષ્ટ્રીય ઓકસીજન ટાસ્ક ફોર્સમાં 12 સભ્યોમાં આ નામનો સમાવેશ થાય છે.છેલ્લા ઘણા દિવસોથી દેશની વિવિધ હોસ્પિટલોમાં ઓકસીજન નો અભાવ છે. આને કારણે હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી વિવિધ રાજ્યોમાં સુનાવણી ચાલી રહી છે. પટણા, અલ્હાબાદ, દિલ્હી હાઈકોર્ટે ઓક્સિજન સંકટ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને પણ ઠપકો આપ્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટે સુનાવણી સમયે કેન્દ્રને પણ ઠપકો આપ્યો હતો અને દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન પૂરા પાડવાનું કહ્યું હતું.

કોર્ટે કહ્યું કે ઓર્ડરની સમીક્ષા નહીં થાય ત્યાં સુધી કે કોઈ ફેરફાર નહીં થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારે 700 મેટ્રિક ટન ઓકસીજન નો આ સપ્લાય ચાલુ રાખવો પડશે. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સલાહ આપતી વખતે તાજેતરમાં કહ્યું હતું કે તમારે અમને મજબૂત નિર્ણય લેવા દબાણ ન કરવું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો છુપાવવા માટે કંઈ નથી, તો સરકારે આગળ આવીને દેશને કહેવું જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ઓક્સિજન કેવી રીતે ફાળવવામાં આવે છે.