અરુણાચલ પ્રદેશના ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમનો તપાસનો આદેશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026  |   2772

અરૂણાચલ પ્રદેશના ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડૂના પરિવારજનોની કંપનીઓને રાજ્યના સરકારના કામોના કોન્ટ્રાક્ટ અપાયા હોવાના કથિત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવાણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે આ મામલે ઝ્રમ્ૈંને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સીબીઆઈને બે અઠવાડિયાની અંદર તપાસ શરૂ કરવા અને ૧૬ સપ્તાહમાં તપાસનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવા કહ્યું છે. ન્યાયાધીશ વિક્રમ નાથની બેંચે સીબીઆઈને આદેશ આપ્યો છે કે, એક જાન્યુઆરી-૨૦૧૫થી ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં રાજ્યમાં કેટલાક જાહેર કાર્યો થયા, કેટલા કોન્ટ્રાક્ટ અપાયા અને કોના દ્વારા આદેશ આપ્યા બાદ કામની ફાળવણી કરાઈ સહિતની સીબીઆઈ તપાસ કરે. સુનાવણી દરમિયાન કોર્ટમાં દલીલ કરાઈ છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં મુખ્યમંત્રી ખાંડૂના પરિવારજનો સાથે જાેડાયેલી કંપનીઓને ૧૨૭૦ કરોડના સરકારી કોન્ટ્રાક્ટ અપાયા છે.

અરજદાર તરફથી એડવોકેટ પ્રશાંત ભૂષણે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાનો ઉલ્લેખ કરીને દલીલ કરી છે કે, રાજ્યમાં ઘણા કોન્ટ્રાક્ટ મુખ્યમંત્રીના પરિવારની માલિકીની કંપનીઓને અપાયા છે. જાેકે રાજ્ય તરફથી હાજર થયેલા વકીલે કહ્યું હતું કે, આ અરજી પ્રાયોજિત કેસ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ બે ડિસેમ્બર-૨૦૨૫માં સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે અરૂણાચલ પ્રદેશ સરકારને આદેશ આપ્યો હતો કે, સરકાર મુખ્યમંત્રીના પરિવારજનોની કંપનીઓને અપાયેલા કોન્ટ્રાક્ટ સહિત ૨૦૧૫થી ૨૦૨૫ સુધીમાં અપાયેલા તમામ કોન્ટ્રાક્ટનું સોગંદનામું કોર્ટમાં રજૂ કરે. આ કેસમાં પેમા ખાંડુ, તેમના પિતા દોરજી ખાંડૂના બીજી પત્ની રિંચિન ડ્રેમા અને તેમના ભત્રીજા ત્સેરિંગ તાશીને પક્ષકાર બનાવાયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution