લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, માર્ચ 2026 |
2079
નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે મંગળવારે કોવિડ-૧૯ રસીકરણ પછીની આડઅસરોની તપાસ માટે નિષ્ણાત પેનલની રચના કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તે એવા લોકો માટે નો-ફોલ્ટ વળતર નીતિ તૈયાર કરે, જેમને કોવિડ-૧૯ રસીકરણ પછી ગંભીર પ્રતિકૂળ ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. કોર્ટે આડઅસરો સંબંધિત ડેટા સમયાંતરે સાર્વજનિક કરવા પણ જણાવ્યું છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આજે તે અરજી પર સુનાવણી કરી, જેમાં માગ કરવામાં આવી છે કે રસી પછી થયેલી કથિત આડઅસરોને કારણે મૃત્યુ પામેલાઓના પરિવારને વળતર આપવામાં આવે. આરોપ છે કે ૨૦૨૧માં કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા પછી ૨ મહિલાા મોત થયા હતા. કોર્ટે કહ્યું કે વળતર નીતિ બનાવવાનો અર્થ એ માનવામાં આવશે નહીં કે ભારત સરકાર અથવા અન્ય કોઈ ઓથોરિટીએ પોતાની ભૂલ કે કાનૂની જવાબદારી સ્વીકારી લીધી છે.વેણુગોપાલ ગોવિંદનનું કહેવું હતું કે તેમની પુત્રી કરુણ્યાનું જુલાઈ ૨૦૨૧માં કોવિશિલ્ડ વેક્સિન લીધાના એક મહિના પછી મોત થયું હતું. સીરમ ઇન્સ્ટિટ્યૂટે બ્રિટનની ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવેલા ફોર્મ્યુલા પર કોવિશિલ્ડ બનાવી છે. એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે તેમની કોવિડ-૧૯ વેક્સિનથી ખતરનાક આડઅસરો થઈ શકે છે.