સુરત-

વોર્ડ નંબર-17માં ભાજપની પેનલના તમામ ચાર ઉમેદવારોની કથા વોર્ડ નંબર-3માં ભાજપના બે ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. નિયમ મુજબ થયેલ મતદારના 16 ટકા મત પ્રાપ્ત ન કરનાર ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય છે. ત્રણ બેઠકો સાથે મનપામાં ભાજપના છ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય તે ભાજપ માટે બહુ ગંભીર બાબત ગણી શકાય. કોંગ્રેસના 81 ઉમેદવારોની ડિપોઝિટ તથા આમ આદમી પાર્ટીની 59 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે.

વોર્ડ નંબર-3 વરાછા સરથાણા સીમાડા ભાવનાબેન દેવાની અને ભાવેશ ભાઈ ડોબરીયાની ડિપોઝિટ જપ્ત થઈ છે. તદુપરાંત વોર્ડ નંબર-17 પૂર્વમાં ભાજપના તમામ ચાર ઉમેદવારો ભરત વાડોદરીયા, મંજુલાબેન શિરોયા, શીતલબેન ભડીયાદરા અને હરેશભાઈ જોગાણી ડિપોઝિટ જપ્ત થઈ છે. ભાજપના છ ઉમેદવારોની ડિપોઝિટ જ થવી એ સુરત મનપાની ચૂંટણીમાં ખૂબ જ મોટી બાબત છે. કુલ 120 બેઠકો માટેના 484 ઉમેદવારો પૈકી 275 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. જેમાં કોંગ્રેસના 81 ઉમેદવારોનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર-17માં ભાજપના ચાર ઉપરાંત કોંગ્રેસની આખી પેનલના ઉમેદવારોને ડિપોઝિટ જપ્ત થઈ છે.