સુરત: ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલરના પતિ દારૂના જથ્થા સાથે પકડાયા

સુરત-

મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નેતાઓ મતદારોને રીઝવવા માટેના કોઈપણ વિકલ્પ છોડતા નથી. ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલરના પતિ દારૂ સાથે ઝડપાયા છે. સચિન પોલીસને બાતમી મળી કે, અમર યાદવ નામના ઇસમની દુકાનમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે. સચિન પોલીસે અમર યાદવની દુકાને પહોંચતા ત્યાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પત્ની હાલ ઉમેદવાર ન હોવા છતાં પતિ પાસેથી દારૂનો જથ્થો ઝડપાતા તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે કારણ કે, તેઓ મતદારોને રીઝવવા દારૂ લાવ્યા કે પછી વેચાણ અર્થે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ભાજપના ભૂતપૂર્વ મહિલા કાઉન્સિલર પ્રિયંકા યાદવના પતિ પાસેથી દારૂનો જથ્થો મળતા અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.

અમર યાદવ પાસે જે દારૂનો જથ્થો પકડાયો છે તે કોની માટે લાવવામાં આવ્યો હતો તે એક મોટો પ્રશ્ન છે સ્થાનિક કોર્પોરેટર ના વોર્ડમાં આ દારૂનો જથ્થો વેચવામાં આવવાનો હોય તેવી શંકા પ્રબળ બને છે . અમર યાદવે આ દારૂનો જથ્થો કોના માટે લાવવામાં આવ્યો છે.તે અંગે કોઈ નિવેદન આપ્યું નથી સ્વાભાવિક છે. કે એની પત્ની કે પોતે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી નથી ત્યારે અન્ય કોઈ નેતાના ઇશારે આ દારૂ લાવ્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરોનો દારૂનો ધંધો સુરત શહેરમાં અને જિલ્લામાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે. બુટલેગર સાથેની પોલીસની સાંઠગાંઠને કારણે દારૂ સમગ્ર શહેરમાં વેચાયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution