/
સુરત: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ, 13 વ્યક્તિની ધરપકડ

સૂરત-

અલથાણ સોહમ્‌ સર્કલ પાસે અલથાણ આર્કેડમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં ખટોદરા પોલીસે રેડ કરી હતી. જેમાં ૫ યુવતીઓ સહિત ૧૩ને પકડી પાડ્યા હતા. ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાંથી પોલીસે ૪૩ મોબાઇલ, ૬ કોમ્પ્યુટર, ૧ લેપટોપ, રોકડ ૨૨,૨૭૦ મળી ૨.૯૪ લાખનો મુદામાલ કબજે કર્યો છે. કોલ સેન્ટર ચલાવનાર સૂત્રધાર વિવેક રાજપૂત(રહે,પાંડેસરા) અને એપ બનાવી આપનાર સુરજ મિશ્રાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. કોલ સેન્ટર છેલ્લા ૩ મહિનાથી ભાડેની દુકાનમાં ચાલતું હતું.

લોકોને ઓનલાઇન જાેબ વર્ક આપવાની લાલચ આપી હતી. માંડ માંડ રોજગારી મળતી હોય એવું સમજી બહારના રાજ્યના લોકો ઠગ ટોળકીની વાતમાં આવી ગયા હતા. જાેબવર્કમાં ૮૦૦ ફોર્મ અઠવાડિયામાં ભરીને આપવાના હોય છે. આ ફોર્મમાં એટલી બધી ડિટેઇલ્સો ભરવાની હોય છે કે, તેઓ અઠવાડિયામાં ભરી શકતા નથી. જેના કારણે સામેથી પેનલ્ટી વસુલ કરતા હતા. કોઈ ન આપે તો તેને કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા. ગેરકાયદે કોલ સેન્ટરમાં ૫ યુવતીઓ સહિત ૧૫ કર્મચારીને માસિક ૯ હજારનો પગાર આપતા હતા. ગ્રાહકોને કોલ કરી જાેબવર્ક માટે લોભામણી સ્કીમો આપી ઓનલાઇન પેટીએમ કે ફોન પે દ્વારા પૈસા પડાવતા હતા. ટોળકીનો ભોગ મોટેભાગના લોકો ગુજરાત બહારના છે. આગામી દિવસોમાં ગેરકાયદે કોલ સેન્ટરના સૂત્રધારો સામે ઠગાઈનો પણ ગુનો નોંધાય તેવી શક્યતા છે. આ મામલે વધુ નામો ખુલે તે શક્યતાને નકારી શકાય નહીં.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution