27, જાન્યુઆરી 2021
495 |
સુરત -
સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં આસ્તા ગામની સીમમાં આવેલ ફાઇવસ્ટાર ફાર્મ હાઉસના રૂમમાં બેસી તીન પત્તીનો જુગાર રમી રહેલ 4 મહિલા સહિત સાત વ્યક્તિને કામરેજ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી કુલ 69,880 રૂ. નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાની કામરેજ પોલીસની ટીમે બાતમીના આધારે આસ્તા ગામની સીમમાં આવેલ ફાઈવસ્ટાર ફાર્મહાઉસમાં રેડ કરી હતી. તે દરમ્યાન ફાર્મહાઉસના મકાનમાં બેસી જુગાર રમી રહેલ ચાર મહિલા સહિત સાત વ્યક્તિને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 69,880 રૂ. નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.