સુરત: કોંગ્રેસની શરમજનક હારથી કાર્યકર્તાઓનો રોષ ભભૂક્યો, જાણો કોના પુતળાનું કર્યુ દહન

સુરત-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં આજે પરિણામ બાદ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું.સુરત કોંગ્રેસની શરમજનક હાર થતાની સાથે જ કોંગ્રેસે કાર્યકર્તાઓ ભારે હતાશ અને રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સીધા આક્ષેપ કર્યો છે કે, સુરત કોંગ્રેસ-ભાજપના હાથે વેચાઈ ગઈ છે. 120 બેઠકો પર ઉમેદવારો ની ટિકિટ વેચી નાંખી હોવાની ફરિયાદો કરી રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસની હાર પાછળ આ ત્રણેય નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે.કોંગ્રેસ કાર્યાલય ખાતે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કદીર પીરજાદા,તુષાર ચૌધરી અને બાબુ રાયકાની વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસની મોતી ભરેલી હારને માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતાં. સાથે આ અગ્રણી નેતાઓ વિરૂધ્ધ કાર્યકરોએ અપશબ્દો પણ ઉચાર્યા હતાં.

કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના નેતાગીરીથી ખૂબ જ નિરાશ થયા છે, વારંવાર ભારતીય જનતા પાર્ટી સામે નબળો દેખાવ છતાં પણ સંગઠનની દ્રષ્ટિએ નક્કર પગલાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લેવામાં આવતા નથી જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વિધાનસભામાં પણ પૈસા લઈને અયોગ્ય કેન્ડિડેટ કોને ટિકિટ આપી દેવામાં આવે છે, અથવા તો જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય તેની સાથે સેટીંગ કરીને નબળા ઉમેદવારને ટિકિટ આપી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે છે તેવા પણ કાર્યકરોએ વધુમાં આક્ષેપ કર્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution