સુરત-

સુરત SOGની ટીમે લીંબાયત મીઠીખાડી હનુમાન મંદિર પાસેથી અઝરૂદ્દીન ઉર્ફે ઘનશ્યામ જૈનુદ્દીન શેખને રૂ.30 હજારની કિંમતની એક પિસ્તોલ અને મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. આ આરોપી 7 વર્ષ અગાઉ સલાબતપુરા પોલીસના હાથે પાર્સલ લૂંટમાં અને દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલો હતો. તેમજ 6 વર્ષ અગાઉ ઉધના પોલીસના હાથે લૂંટના ગુનામાં ઝડપાયેલા અઝરૂદ્દીન ઉર્ફે ઘનશ્યામની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, લાજપોર જેલમાં મિત્ર બનેલો લીંબાયતનો યુવક 5 વર્ષ અગાઉ વતન ઉત્તરપ્રદેશ ગયો તે વખતે તેને પિસ્તોલ રાખવા આપી ગયો હતો, પરંતુ ત્યાં તે અકસ્માતમાં મોતને ભેટતા રીઢા ગુનેગારે પિસ્તોલ પોતાની પાસે મૂકી રાખી હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત SOGએ લિંબાયત મીઠી ખાડી હનુમાન મંદિરની પાસેથી અગાઉ લૂંટના બે ગુનામાં ઝડપાયેલા રીઢા ગુનેગારને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. લાજપોર જેલમાં મિત્ર બનેલો લીંબાયતનો યુવક 5 વર્ષ અગાઉ વતન ઉત્તરપ્રદેશ ગયો હતો. તે વખતે તેને પિસ્તોલ રાખવા આપી ગયો હતો, પરંતુ ત્યાં તે અકસ્માતમાં મોતને ભેટતા રીઢા ગુનેગારે પિસ્તોલ પોતાની પાસે મૂકી રાખી હતી.