સુરત: પોતાના ફોટા પર 'ઓમ શાંતિ', 'Rest In Peace' લખી અને પછી..
15, ડિસેમ્બર 2020 3267   |  

સુરત-

સુરત શહેરના અડાજણમાં વેપારીએ નવનિર્મત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. આ 33 વર્ષનો પારસ શ્યામ ખન્ના કારની લે-વેચનું કામ કરતો હતો. પારસે મરતા પહેલા પોતાના ફોટા પર ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખીને મિત્રોને મોકલ્યો હતો. જે બાદ મિત્રોએ તેને શોધતા તેની લાશ મળી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસિડેન્સીમાં રહેતા 33 વર્ષના પારસ શ્યામ ખન્ના પરિવાર સાથે રહેતો હતો. પ્રાથમિક તારણ પ્રમાણે, પત્નીના ચારિત્ર પર શંકાને કારણે અવારનવાર ઝઘડા થતા હતા. જેના કારણે પારસે અંતિમ પગલુ લેવા મજબૂર થયો હોય શકે છે એમ માનવામાં આવી રહ્યું છે. પાલ RTO સામેના એક 11 માળના નવનિર્મિત કોમ્પલેક્સ નીચેથી પારસની લાશ મળી આવતા 108 અને અડાજણ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution