20, સપ્ટેમ્બર 2021
495 |
સુરેન્દ્રનગર-
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બનવા પામી છે. જેમાં કેનાલમાં ડૂબી જવાથી બેનાં કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના સામે આવી છે. રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો.
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બનવા પામી છે. જેમાં કેનાલમાં ડૂબી જવાથી બેનાં કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના સામે આવી છે. જેમાં એક બાજુ સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ડૂબી ગયેલી દોઢ વર્ષની બાળકી લાશને ફાયરબ્રીગેડના જવાનોએ બહાર કાઢી હતી. જ્યારે રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો. સુરેન્દ્રનગરમાં રવિવારે સાંજના સમયે બાળકી તેની માતા સાથે જઇ રહી હતી તે સમયે માતાને ચક્કર આવતા બાળકી અને માતા બંન્ને કેનાલમાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવાનોએ માતાને બચાવી લીધી હતી. પરંતુ બાળકીનો પત્તો ન લાગતા આજે વહેલી સવારથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. આ ઘટનાની જાણ થતાં પોલિસે બનાવના સ્થળે દોડી જઇ બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.