તૈપ્પી-

ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે તાઇવાને સૈન્ય યુદ્ધાભ્યાસ કર્યો. તાઇવાનની આર્મી, નેવી અને એરફોર્સે લાઇવ ફાયર એક્સરસાઇઝ કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ સંગ વેને કહ્યુ કે અમે ચીનને બતાવવા માંગીએ છીએ કે અમે નબળા નથી. અમે અમારી જમીન અને ચીનની ઘૂસણખોરીને રોકવા માટે સક્ષમ છીએ. જાે ચીને કોઇ ગેર વ્યાજબી હરકત કરી તો તેમને જડબાતોડ જવાબ આપીશું.

તાઇવાનની મિલિટ્રી ડ્રીલમાં 8000 સૈનિકોએ ભાગ લીધો. તેમાં વાયુસેનાના એફ-16 ફાઇટર જેટ્‌સ અને સ્વદેશી ફાઇટર જેટ ચિંગ-કુઓએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું. મધ્ય તાઇવાનના તટીય વિસ્તાર તાઇચુંગમાં થયેલા આ સૈન્ય અભ્યાસમાં ટેંક્સ પણ ગરજી. આ યુદ્ધાભ્યાસને હાન-કુઆંગ નામ આપ્યું હતું. તાઇવાન આ શક્તિ પ્રદર્શન એટલા માટે કરી રહ્ય્šં છે કારણ કે ચીન આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે કેટલીય વખત તાઇવાનની ઉપર પોતાના ફાઇટર જેટ્‌સ ઉડાડી ચૂકયું છે.

તાઇવાનની નૌસેનાએ પણ દક્ષિણ ચીન સાગરમાં તટીય વિસ્તાર પર મિસાઇલ અને મશીન ગનથી સૈન્ય અભ્યાસ કર્યો. આ દરમ્યાન નેવીના કેટલાંય લડાકુ વોરશીપ દરિયામાં દેખાઇ.

ચીનનો દાવો છે કે તાઇવાનના કેટલાંક દ્વીપ તેની ટેરીટરીમાં આવે છે. જ્યારે તાઇવાન કહે છે કે આ દ્વીપ તેમના છે. હાન-કુઆંગ તાઇવાનની સેનાનો વાર્ષિક યુદ્ધાભ્યાસ છે. તેમાં તાઇવાનની ત્રણેય સેનાઓ પોતાની તાકાત અને અત્યાધુનિક હથિયારોનું પ્રદર્શન કરે છે.