લોકસત્તા ડેસ્ક

લીંબુ સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે તે મોટાભાગના લોકો જાણતા જ હશે પણ સાથે જ તે સ્કિન માટે પણ વરદાન સમાન છે, ચાલો જાણીએ ઉનાળામાં કામ લાગે એવા તેના બેસ્ટ ઉપાય.

લીંબુ એક બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ છે. સાથે જ તેમાંથી ભરપૂર વિટામિન સી પણ મળી રહે છે. આ બંને તત્વ સ્કિન માટે બહુ જ જરૂરી છે. લીંબુનો ઉપયોગ કરવાથી સ્કિનના ડેડ સેલ્સ ઝડપથી દૂર થઈ જાય છે અને સ્કિન ક્લિન અને ફેર બને છે. સાથે જ લીંબુમાં રહેલું વિટામિન સી ફ્રી રેડિકલ્સથી થતાં નુકસનાથી પણ બચાવે છે. તો આજે જાણી લો કઈ રીતે લીંબુનો ઉપયોગ કરી શકાય છે.

લીંબુ અને ખાંડ

ખાંડમાં એક્સફોલિએટ ગુણ હોય છે સાથે જ લીંબુમાં વિટામિન સીની શક્તિ હોય છે. લીંબુ અને ખાંડને મિક્સ કરી તેનું નેચરલ સ્ક્રબ બનાવી સ્કિન પર હળવા હાથે મસાજ કરો. ડેડ સેલ્સ ઝડપથી સાફ થઈ જશે.

લીંબુ અને એપ્સમ સોલ્ટ

લીંબુ અને એપ્સમ સોલ્ટ (મેગ્નેશિયમ સલ્ફેટ) સ્કિનના ડેડ સેલ્સ દૂર કરવા માટે બેસ્ટ છે.

એપ્સમ સોલ્ટમાં એક્સફોલિએટ ગુણ હોય છે અને લીંબુમાં ક્લિંનિગ એજન્ટ હોય છે. જેથી 1 ચમચી લીંબુના રસમાં થોડું એપ્સમ સોલ્ટ મ મિક્સ કરીને પેસ્ટ બનાવી સ્કિન પર સ્ક્રબ કરો. તેનાથી ડેડ સ્કિન દૂર થઈ જશે.

લીંબુ અને બેકિંગ સોડા

બેકિંગ સોડા સ્કિનના ડાઘ-ધબ્બા સાફ કરવા અને ડેડ સ્કિન સેલ્સ દૂર કરવા માટે બેસ્ટ એક્સફોલિએટરનું કામ કરે છે. સ્કિન માટે તે બહુ જ લાભકારી પણ છે. લીંબુના રસમાં થોડો બેકિંગ સોડ મિક્સ કરીને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરો અને પછી પાણીથી ફેસ સાફ કરી લો.

લીંબુ અને કોફી

કોફી પાઉડરમાં એન્ટીઓક્સીડેન્ટ અને એક્સફોલિએટ ગુણ હોય છે. જે સ્કિનના ડેડ સેલ્સ દૂર કરવામાં મદદ કરે છે. કોફીમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. હળવા હાથે મસાજ કરી ફેસ વોશ કરી લો.