19, ઓગ્સ્ટ 2021
396 |
અમદાવાદ-
તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લેતા જ ભારત સાથે વેપાર રોકી દીધો છે. હવે ન તો કાબુલમાં કોઈ નિકાસ કરી શકાય અને ન તો ત્યાંથી કોઈ વસ્તુની આયાત સંભવ છે. આ તમામની વચ્ચે હવે બજારમાં ડ્રાયફ્રૂટ્સ પણ મોંઘા થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. નિષ્ણાતો દ્વારા અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. ભારત માટે આયાત પાકિસ્તાનના ટ્રાન્ઝિટ માર્ગથી થાય છે. તાલિબાને અત્યારે પાકિસ્તાન જતા તમામ કાર્ગો પર રોક લગાવી દીધી છે. આ માટે વર્ચ્યૂઅલી આયાત પણ રોકાઈ ગઈ છે. સહાયે કહ્યું હતું કે, કેટલાક ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ ટ્રાન્સપોર્ટ કોરિડોરના માધ્યમથી મોકલવામાં આવે છે, જે હજી પણ કામ કરી રહ્યા છે. દુબઈના રસ્તે મોકલવામાં આવતી ઉત્પાદનોનો રસ્તો પણ અત્યારે બંધ કરી દેવાયો છે. FIEO ડીજીએ અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિ સિવાય ભારતના વ્યવસાયિક સંબંધ ટકાવી રાખવાની આશા બતાવી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કરી લેતા સમગ્ર વિશ્વ માટે તે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે એફઆઈઈઓએ આગામી દિવસોમાં ભારતીય બજારમાં ડ્રાયફ્રુટ્સની કિંમતોમાં તેજી આવવાની સંભાવના છે. કારણ કે, 85 ટકા આયાત અફઘાનિસ્તાનથી જ કરવામાં આવે છે.