નિલગિરિ-

તામિલનાડુની એક વાઈન શોપમાં ઉંદરોએ આંતક ફેલાવીને વાઈનની ૧૨ બોટલો ખાલી કરી નાંખી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. તામિલનાડુના નિલગિરી જિલ્લામાં આવેલી સરકારી વાઈન શોપમાં સોમવારે જ્યારે કંપનીના કર્મચારીએ દુકાન ખોલી ત્યારે ખબર પડી હતી કે, વાઈનની ૧૨ બોટલો ખાલી છે. આ દુકાન લોકડાઉનના કારણે લાંબા સમય સુધી બંધ હતી. સૂત્રોના કહેવા પ્રમાણે કર્મચારીએ દુકાન ખોલી ત્યારે જાેયુ હતુ કે, વાઈનની ૧૨ બોટલના ઢાંકણા ખુલ્લા છે અને બોટલો સંપૂર્ણપણે ખાલી થઈ ચુકી છે. બોટલો પર ઉંદરોના દાંતના નિશાન પણ જાેવા મળ્યા હતા. બોટલો ખાઈ થઈ ચુકી હતી. કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીઓને આ વાતની જાણ કરી હતી. એ પછી સમગ્ર મામલાની તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. તપાસમાં એવી જાણકારી સામે આવી હતી કે, દુકાનમાં ઉંદરોની ભરમાર હતી અને તેમણે જ વાઈનની બોટલો ખાલી કરી નાંખી છે.