ઓસ્ટ્રેલિયા-

દુનિયાભરમાં ફેલાઈ રહેલા આ વાયરસે લોકોનું જીવન બદલી નાખ્યું છે. 2020માં કોરોના વાયરસે ઘણા લોકોને બેરોજગાર કરી દીધા છે. કોઈને નોકરી છુટી ગઈ છે તો કોઈ નવી નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. એક બિલાડીને નોકરી મળી ગઈ છે. આ વાચીને તમે જરૂર ચોંકી ઉઠશો. આ બિલાડી એટલી ભાગ્યશાળી છે કે કોરોના કાળમાં પણ તેને સારી નોકરી મળી ગઈ છે. 

દુનિયામાં અજબ ગજબ લોકો અને કારનામાની કોઈ કમી નથી. તમે એક શોધવા નિકળશો અને એવા ડઝનભર લોકો સાથે મુલાકાત થઈ જશે. આવો જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયાનો પણ છે. ઓસ્ટ્રેલિયાના રિચમંડ શહેરમાં એપવર્થ હોસ્પિટલ છે. અહીંની સિક્યોરિટી ટીમે એક બિલાડીને પોતાની ટીમનો ભાગ બનાવી છે. આ બિલાડીનું નામ એલવુડ છે. આ ખબરે લોકોને ચોંકાવી દીધા છે. હોસ્પિટલ પ્રશાસનની વાત માનવામાં આવે તો આ બિલાડી ગયા વર્ષથી જ પરિસરના મુખ્ય દ્વારની આસ-પાસ ફરી રહી હતી. માટે સિક્યોરિટી ટીમે તેને નોકરી પર રાખીને ત્યાની જવાબદારી સોંપી દીધી.


હવે આ બિલાડી છે માટે તેને સેલેરીમાં રૂપિયા-પૈસા-ડોલર તો આપી ન શકાય. પણ હોસ્પિટલનો સ્ટાફ તેને મફતમાં પણ ન રાખી શકે. માટે બિલાડીની સેવાઓના બદલે તેને સારૂ સારૂ ભોજન અને સારી દેખરેખ કરાવવામાં આવી રહી હતી. ફક્ત આટલું જ નહીં, નોકરી મળ્યા બાદ બિલાડીને આઈડી કાર્ડ પણ આપવામાં આવ્યું, તેમાં ફોટો, નામ અને સિક્યોરિટી લખેલું હતું. તેની તેનાતી હોસ્પિટલના મેન ગેટ પર જ કરવામાં આવી હતી. જ્યાં તે સ્માઈલ સાથે આવનાર લોકોનું દિલ જીતી લે છે.