મોદી સામે રાષ્ટ્રીય ગઠબંધન અંગે ટૂંક સમયમાં વાટાઘાટો શરૂ થશેઃ શિવસેના
11, મે 2021

મુંબઇ-

રાષ્ટ્રીય ગઠબંધન અંગે થોડા દિવસોમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને તેના અંગે એનસીપીના વડા શરદ પવાર સાથે મંત્રણા પણ કરવામાં આવી છે, એમ શિવ સેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું. આ રાષ્ટ્રીય ગઠબંધનમાં કાૅંગ્રેસ પણ મુખ્ય પક્ષ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. "દેશમાં મજબૂત વિરોધપક્ષની જરૂરિયાત છે, પરંતુ કાૅંગ્રેસ પક્ષ સાથે ગઠબંધન કરી શકાય નહીં. હકીકતમાં કાૅંગ્રેસ પક્ષ ગંઠબંધનનો આત્મા છે. જાેકે, વાટાઘાટ કરવામાં આવ્યા પછી નેતૃત્વનો ર્નિણય લેવામાં આવશે, એમ પત્રકારોને તેમણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં રાજ્યમાં ત્રણ અલગ અલગ વિચારધારાવાળા પક્ષ (કાૅંગ્રેસ, એનસીપી અને શિવસેના)ની આગેવાની હેઠળ મહા વિકાસ આઘાડી (એમવીએ)ની સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ આદર્શ ગઠબંધન છે, જે સારી રીતે કામકાજ કરે છે,’ એમ તેમણે જણાવ્યું હતું. તાજેતરમાં આસામ, કેરળ અને તમિળનાડુની વિધાનસભાની ચૂંટણીમાં કાૅંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ પશ્રિ્‌ચમ બંગાળમાં એક પણ બેઠક મળી નથી એ સારી બાબત નથી. કાૅંગ્રેસ પક્ષે વધુ મજબૂત બનવાનું જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution