અમદાવાદ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે નિરીક્ષક તરીકે નિમેલા તામ્રધ્વજ સાહુ અમદાવાદમાં છે.અને તેમની આગેવાનીમાં કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શરૂ થશે.તેઓ ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથે બેઠક કરશે.સાથે જ વિવિધ શહેરોના આગેવાનો સાથે પણ તામ્રધ્વજ સાહુ બેઠક કરશે.આ ઉપરાંત કેમ્પેઈન અને કો-ઓર્ડિનેશન કમિટી સાથે પણ તેઓ બેઠક કરવા જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે નિરિક્ષક તરીકે નિમેલા તામ્રધ્વજ સાહુ અમદાવાદ પહોંચ્યા.

એરપોર્ટ પર તેઓનું પાર્ટીના આગેવાનોએ ઢોલ નગારા અને શરણાઈથી સ્વાગત કર્યુ હતું. કોંગ્રેસ હાઇકમાન્ડે તામ્રધ્વજ સાહૂને કો.ઓર્ડિનેશન કમિટી અને કેમ્પેઇન કમિટીના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી છે. તેઓએ અમદાવાદ આવીને કહ્યુ કે, સોનિયા ગાંધીએ તેમને આ જવાબદારી સોંપી છે. તેઓ તમામ નેતાઓ સાથે મુલાકાત કરશે. ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આવશે. તેમણે દેશમાં હાલ છત્તીસગઢ મોડલની ચર્ચા ચાલી રહી છે. દેશમાં મોંઘવારી વધી પણ છત્તીસગઢમાં મોંઘવારી વધી નથી. છત્તીસગઢમાં ખેડૂતોને સારી સહાય આપવામાં આવી હોવાનો દાવો પણ તામ્રધ્વજ સાહુએ કર્યો હતો.