મુંબઇ
15 જાન્યુઆરીએ ઓટીટી પ્લેટફોર્મ અમેઝન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થયેલી વેબસીરીઝ તાંડવને બેન કરવાની માંગ કરી છે. આ સંબધમાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખવામાં આવ્યો છે. તાંડવ વેબ સીરીઝના વિવાદને લઈને સીરીઝમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા સૈફ અલી ખાનના મુંબઈ સ્થિત ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા વધારવામાં આવી છે.મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં ફોર્ચ્યૂન હાઈટ્સના નામથી અપાર્ટેમેન્ટમાં રહે છે. તેની બિલકૂલ સામે જ તેણે નવું ઘર ખરીદ્યુ છે જ્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.