કરાંચી-

પાકિસ્તાનમાં આઝાદી પહેલા બનેલા એક હનુમાનજીના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. આ મંદિરની આસપાસ લગભગ 20 જેટલા હિન્દૂ પરિવાર રહે છે. તેમના ઘર પણ તોડી પાડવામાં આવ્યા છે.અહીંયા એક બિલ્ડર વસાહત બનાવી રહ્યો છે. લોકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે સ્થાનિક વહીવટી તંત્ર બિલ્ડરને મદદ કરી રહ્યું છે. મંદિરમાં રહેલી મૂર્તિઓને પણ ગાયબ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકાર દ્વારા હજી સુધી આ બાબતને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

મંદિરના પૂજારીનો આરોપ છે કે લગભગ 6 મહિના પહેલા એક બિલ્ડરે કરાચીની સીમમાં લાયરીની?જમીન ખરીદી હતી. બિલ્ડર અહીંયા વસાહત બનાવવા માંગે છે. આ વિસ્તારમાં 20 હિન્દૂ પરિવાર પણ રહે છે. નજીકમાં જ એક પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલું છે. કોરોનાની મહામારીના કારણે મંદિરને કેટલાક મહિનાથી બંધ કરવામાં આવ્યું હતું. એક અખબાર મુજબ, મંદિરને સોમવારની રાત્રે તોડી પાડવામાં આવ્યું હતું. આ બાબતની જાણકારી શુક્રવારે સામે આવી હતી.