લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026 |
વડોદરા |
2178
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપા દ્વારા જેતે વોર્ડમાં રહેતા તેજ વોર્ડમાં ઉમેદવારી કરી શકશે તેવા પડીકા વહેતા થતાં પોતાના વોર્ડની જગ્યાએ બીજા વોર્ડમાં દાવેદારી કરનારની ચીંતા વધારી છે. જાેકે, ગત બોર્ડમાં કેટલાક કાઉન્સિલરો જે વોર્ડમાં રહે છે. તે વોર્ડની સ્થાને નજિકના વોર્ડમાંથી જીત્યા હતા.
જ્યારે મેયર પદના કેટલાક દાવેદારોએ પણ તેમના વોર્ડની જગ્યાએ જ્યા એસસી અનામત છે. તે વોર્ડમાં દાવેદારી કરી છે. જાેકે, ભાજપામાં ચાલતી ચર્ચા અને વહેતા થયેલા પડીકા મુજબ જાે અન્ય વોર્ડમાં રહેતા અને બીજા વોર્ડમાં દાવેદારી કરનારાઓમાં વોર્ડ-૪માં દાવેદારી કરનારા પૂૂર્વ કાઉન્સિલર અજીત દદીચ વોર્ડ-૬મા રહે છે. જ્યારે વોર્ડ ૫ના પૂર્વ કાઉન્સિલર નૈતિક શાહ વોર્ડ-૧૫માં રહે છે. જ્યારે ગત ટર્મના વોર્ડ-૬ના કાઉન્સિલર ડો. શિતલ મિસ્ત્રી વોર્ડ-૫માં રહે છે. તો વોર્ડ નં-૮માં રહેતા રાજેશ પ્રજાપતિ અને વિષ્ણુ પ્રજાપતિએ વોર્ડ-૯ અને ૧૧માં દાવેદારી કરી હોવાનું જાણવા મળે છે. જાે આ ક્રાઈટેરીયા હોયતો વોર્ડ-૧૫માં જેમનુ નામ ચર્ચાઈ રહ્યુ છે.
તે અલ્પેશ લિંબાચીયાને ફરી વોર્ડ-૧૯મા જવુ પડે. ત્યારે વોર્ડ-૧૯માં ધારાસભ્ય યોગેશ પટેલ ચલાવશે કે કેમ? તે અંગે સવાલ છે. ઉપરાંત વોર્ડ-૧૬ના પૂર્વ કાઉન્સિલર ધનશ્યામ સોલંકીએ પણ વોર્ડ-૧૮મા દાવેદારી કરી હોવાનું જાણવા મળે છે.