ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે સતત 23મી વનડે જીતી રેકોર્ડ બનાવ્યો
08, એપ્રીલ 2021 396   |  

માઉન્ટ મુંગન્યુઇ

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે બીજા વન ડેમાં ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને ૭૧ રને હરાવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ૩ શ્રેણીમાં મેચ ૨-૦ થી શ્રેણીમાં કબજો કર્યો. આ સાથે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે તેની ૨૩ મી વનડે મેચ સતત જીતી લીધી છે, જે વર્લ્‌ડ રેકોર્ડ છે. શ્રેણીની અંતિમ મેચ ૧૦ એપ્રિલે રમવાની છે. 

માઉન્ટ મુંગન્યુઇ ખાતે રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ૨૭૧ રન બનાવ્યા હતા. ઓપનર રશેલ હેન્સે એલિસા હિલીની સાથે પ્રથમ વિકેટ માટે ૮૨ ભાગીદારી કરી હતી. એલિસા ૫૦ બોલમાં ૭ ચોગ્ગાની મદદથી ૪૪ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. તે પછી હેનેસે બીજી વિકેટ માટે કેપ્ટન મેગ લેનિંગ (૪૯) ની સાથે શાનદાર સદીની ભાગીદારી નોંધાવી. હેનેસે ૧૦૫ બોલમાં ૮ ચોગ્ગાની મદદથી ૮૭ રન બનાવ્યા. તેના સિવાય કોઈ પણ બેટ્‌સમેન અડધી સદી ફટકારી શકી નહીં. વિરોધી ટીમ વતી લેઇ કસપરેકે ૪૬ રનમાં ૬ વિકેટ લીધી હતી, જ્યારે કેપ્ટન એમી સાટ્ટરવેટે ૧ વિકેટ લીધી હતી.

તેના જવાબમાં ન્યુઝીલેન્ડે લોરેન ડાઉન (૦) અને એમી સાટ્ટરવેટ (૬) ના રૂપમાં ૭ ના સ્કોર સુધી માત્ર બે મોટા ફટકો માર્યા હતા. જોકે હેલી જેન્સન (૨૮) એ એમિલી કેર સાથે ત્રીજી વિકેટ માટે ૬૯ રન કરીને ટીમને ટીમ ને સંભાળવનો પ્રયાસ કર્યો હતો. કેરએ ટીમના ખાતામાં ૪૦ નું યોગદાન આપ્યું હતું. જ્યારે બ્રૂક હાલીડે ૩૨ રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ ન્યુઝિલેન્ડ ૪૫ ઓવરમાં માત્ર ૨૦૦ રનમાં જ ઑલઓઉટ ગયું હતું. જેસ જોહ્ન્‌સનને ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ૩ શિકાર કર્યા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution