દિલ્હી,

હાલમાં ફેલાઈ રહેલ કોરોનાની મહામએરીને ધ્યાનમાં લઇને મોદી સરકારે ખેડૂતોની આર્થિક સ્તિથીને સુધારવાં માટે ઘણી યોજનાઓને ભાર પાડવામાં આવી છે. ત્યારે મોદી સરકારે નોકરિયાત વર્ગની પાછળ પણ ધ્યાન દોર્યું છે.મોદી સરકારે નોકરિયાત વર્ગને પણ યોજનાઓનો લાભ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ થયેલ કેબિનેટની બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાંથી એક EPF ની સાથે સંકળાયેલ છે. માહિતી અનુસાર, આ બેઠકમાં 24 % EPF મદદને ઓગસ્ટ માસ સુધી આગળ વધારવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે.બુધવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયો અંગેની જાણકારી આપી હતી. 

સરકારનું જણાવવું છે, કે આ નિર્ણયથી કુલ 75 લાખ નોકરીયાત લોકોને સીધો જ લાભ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ જે કંપનીઓમાં કુલ 100 સુધીનાં કર્મચારીઓ કામ કરી રહ્યાં છે, અને તેમાંથી 90 % કર્મચારીઓનો પગાર માસદીઠ 15,000 રૂપિયાથી પણ ઓછો છે, તેવી કંપનીઓ અને તેના કર્મચારીઓ તરફથી EPFમાં ફાળો ઓગસ્ટ માસ સુધીનો સરકાર દ્વારા આપવામાં આવશે.

કેબિનેટે PMGKY/Aatmanirbhar Bharat ની હેઠળ જૂન-ઓગસ્ટ 2020 સુધી કુલ 3 માસ માટે EPF યોગદાન 24 %(12 % કર્મચારી શેર અને 12 % કંપની શેર) ના વિસ્તારને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના માટે સરકાર દ્વારા કુલ 4,860 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

આ નિર્ણયથી કુલ મળીને 72 લાખથી પણ વધુ કર્મચારીઓને સીધો જ લાભ થશે. પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવતાં કહ્યું હતું કે, જે સંસ્થાઓ તથા કંપનીઓ કે જ્યાં 100થી પણ ઓછા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે, જેમાં 90 %નો પગાર રૂ.15,000થી પણ ઓછો છે, તેમને સીધો જ ફાયદો મળશે.