રાજકોટ મનપાના ભાજપના ગ્રુપમા પોર્ન ફોટોગ્રાફ્સ મૂકાતા ખળભળાટ

રાજકોટ-

સોશિયલ મીડિયાનો ભાજપ અને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને કાર્યકરોન સુચનાઓ મોકલવા માટે બહોળા પ્રમાણમા થઈ રહ્યો છે. વોટ્‌સ અપ જેવા મીડિયા જે રીતે ઉપયોગી સાબિત થઈ રહયા છે તેવી જ રીતે તેની ખતરનાક સાઈડ અસરો પણ સહન કરવી પડે છે. રાજકોટ મનપાના વોર્ડ નં.૧૧ના ભાજપના સક્રિય સભ્યોના ગ્રુપમા આવી જ બાબત બનતા આગેવાનો શરમથી પાણી-પાણી થઈ ગયા હતા. રાજકોટના વોર્ડ નં.૧૧ના ભાજપના સક્રિય સભ્યોના ગ્રુપમા ગઈ કાલે રાતે અશ્લીલ સામગ્રી મૂકાતા હલચલ મચી હતી અને રાતભર ગ્રુપ એડમિન અને અન્યોએ માફામાફી કરવી પડી હતી.

વોર્ડ નં.૧૧મા ૧૮૦ સક્રિય સભ્યો માટેનું એક વોટ્‌સ અપ ગ્રુપ ચાલે છે અને તેમા રાતે ગોવિંદભાઈ વિરડીયા નામના જૈફ સદસ્યએ બે અશ્લીલ ફોટા પોસ્ટ કરી દેતા ૧૫ મહિલાઓ ધરાવતા આ ગ્રુપમા હલચલ મચી ગઈ હતી અને ઉગ્ર આક્રોશ સાથે એક મહિલા અગ્રણીએ તો ખફા થઈને ગ્રુપમા જ લખી નાખ્યું હતું કે, આવું થશે તો ભાજપની મહિલાઓ જ ભાજપના પુરૃષ સભ્યોને માર મારશે. અન્ય એક મહિલાએ સંસ્કારીતા લજવાઈ હોવાનો રોષ વ્યક્ત કરીને તાકિદની અસરથી પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી.

આ ગ્રુપના એડમિન એવા આ વિસ્તારના પૂર્વ નગરસેવક રાજુભાઈ બોરિચાએ જણાવ્યું હતું કે, મેં આખા ગ્રુપની માફી માગીને ગ્રુપ જ ડિલિટ કરી નાખ્યું છે. ગ્રુપમા જે મેસેજ મુકાયો હતો તે ગોવિંદભાઈ વિરડીયા નામના જૈફ સદસ્યએ ભૂલથી પોસ્ટ કરી નાખ્યો હતો અને તેને ડિલિટ કરવા તેણે પ્રયાસ પણ કર્યા હતા જાે કે, તેઓ તેમા સફળ થઈ શકયા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમા મનપાના એક ગ્રુપમા પણ આવી રીતે અશ્લીલ સામગ્રી મૂકાતા દેકારો બોલી ગયો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution