શહેરા, તા.૧૫

શહેરા તાલુકાના ઊંડારા ગામથી બલુજીના મુવાડા પાસેથી પસાર થતી પાનમ કેનાલ માંથી લુણાવાડા નગર મા રહેતા યુવક અને યુવતીની લાશ મળી આવી હતી. મરણ ગયેલ યુવક અને યુવતી સ્કૂલોમાં કરાટે ની તાલીમ આપતા હતા. પોલીસે હાલ આ મામલે જરૂરી કાર્યવાહી સાથે મરણ ગયેલ યુવક અને યુવતીએ આત્મહત્યા કરી છેકે પછી તેઓની હત્યા કરાઈ હશે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે તેમ છે.

લુણાવાડા નગરમાં રહેતા ધ્વનિબેન વસંતકુમાર જાેષી અને ગૌરાંગકુમાર વિક્રમભાઈ ભોઈ આ બન્ને યુવક અને યુવતી સ્કૂલમાં કરાટે ની તાલીમ આપવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. જ્યારે શહેરા તાલુકાના ઉડારા થી બલુજીના મુવાડા ગામ પાસેથી પસાર થતી પાનમ કેનાલમાં આ બન્ને યુવક અને યુવતીની લાશ પાણીમાં તરતી ત્યાંથી પસાર થતા વ્યક્તિને જાેવા મળી હતી. જેથી જાગૃત ગ્રામજન દ્વારા આ મામલે પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની ગંભીરતા ને જાેતા પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. રાજપૂત, પી.એસ.આઇ કે.એચ. બારીઆ અને રાજેન્દ્રસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.પોલીસે આ બનેલા બનાવની જાણ મૃતકના પરીવારજનોને કરતા તેઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સ્થાનિક લોકોની મદદથી યુવતીની લાશ કેનાલ માંથી બહાર કાઢી

લેવામાં આવી હતી.જ્યારે યુવકનો મૃતદેહ ત્યાંથી બે કિમી દૂર બલુજીના મુવાડા પાસેની કેનાલ માંથી મળી આવ્યો હતો. કેનાલ ઊંડી હોવાથી યુવાનની લાશ બહાર કાઢવામાં તકલીફ પડતી હોવાથી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે રાજપૂત સહિતનો પોલીસ સ્ટાફ કેનાલ ની અંદર ઊતરી જઈને યુવકની લાશને બહાર કાઢી હતી ત્યારે પોલીસની સારી કામગીરી જાેવા મળી હતી. પાનમ કેનાલ માંથી યુવક અને યુવતીની લાશને પોલીસ દ્વારા બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. જ્યારે ઘટના સ્થળ ખાતે મૃતકના પરીવારજનો સાથે મોટી સંખ્યામાં તેમના સગા સંબંધીઓ સાથે

સ્થાનીક ગ્રામજનો પણ ઉમટી આવ્યા હતા. જાેવું રહ્યું કે મરણ ગયેલ યુવક અને યુવતી એ આપઘાત કર્યો હશે કે પછી તેઓની હત્યા કરવામાં આવી હશે તે પોસ્ટમોર્ટમ

રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી જશે તેમ છે.

યુવક અને યુવતીએ આપઘાત કર્યો કે પછી હત્યા? તપાસનો વિષય

લુણાવાડા નગરમાં ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ ના ડોક્ટર વસંત કુમાર જાેષી ની લાડકી પુત્રી ધ્વનિ ની લાશ પાનમ કેનાલમાંથી મળી આવી હતી. જ્યારે એક પિતાએ પોતાની દીકરીની લાશને જાેતા આંખ માંથી આંસુ વહેતા થયા હતા. બનાવ સ્થળ ખાતે મૃતક ના પરીવારજનો મા ઘેરો શોક છવાયો હતો.લુણાવાડા નગર મા રહેતા ધ્વનિ જાેષી અને ગૌરાંગ ભોઈ આ બન્ને તાલુકાની શાળાઓમાં વિધાર્થીઓ ને કરાટે ની તાલીમ આપતા હતા જ્યારે આ બન્ને ની પાનમ કેનાલ માંથી લાશ મળી આવવા સાથે બે વાહનો પણ સ્થળ ખાતે જાેવા મળ્યા હતા.અને કેનાલ ની અંદર થી યુવક અને યવતીના મોબાઈલ પણ મળી આવ્યા છે.ત્યારે પોલીસ દ્વારા આ બનાવને ખૂબ જ ગંભીરતાથી લઈને ઝીણવટ ભરી તપાસ નો દોર શરૂ કરીને યુવક અને યુવતી એ આપઘાત કર્યો કે પછી તેઓની હત્યા કરવામાં આવી છે કે શું? હાલ તો પોલીસે જાણવા જાેગ ફરીયાદ નોંધીને પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ દેખી રહયા હોય તેમલાગી રહયુ છે.ધ્વનિ જાેષી અને ગૌરાંગ ભોઇની જે પાનમ કેનાલ માંથી લાશ મળી હતી.તે સ્થળ ખાતેથી પોલીસ ને ધારદાર પતરી મળી આવતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.આર.કે.રાજપૂત પોલીસ ઇન્સ્પેકટર પોલીસ મથક શહેરાના જણાવ્યા મુજબ યુવક અને યુવતી ની લાશ પાનમ કેનાલ માંથી મળી આવી છે આ બન્ને ના મુતદેહ ને પોસ્ટમોર્ટમ કરીને તેમના પરીવારજનોને સોંપવામાં આવેલ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડે કે આ બન્ને એ આપઘાત કરેલ કે હત્યા છે.