દિલ્હી-

અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેંન્દ્ર ગીરીનું સોમવારે નિધન થઈ ગયું છે. નરેન્દ્ર ગીરીનો મૃતદેહ પ્રયાગરાજના તેમના બાધંબરી મઠમાંજ ફાંસીથી લટકતો મળી આવ્યો છે. ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીના નિધન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.


તેઓનું બાઘંબરી મઠમાં તેમનું અવસાન થયું. અત્યારે મૃત્યુના કારણ પર કોઈ કંઈ કહેતું નથી. અધિકારીઓ મોતને શંકાસ્પદ ગણાવી રહ્યા છે. આશ્રમ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ મઠ પહોંચી રહ્યા છે. અસમર્થિત સૂત્રો કહે છે કે તેમણે આત્મહત્યા કરી છે. શંકાસ્પદ સંજોગોને જોતા વહીવટી તંત્ર પોસ્ટમોર્ટમ અંગે વિચાર કરી રહ્યું છે. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડને પણ આશ્રમમાં બોલાવવામાં આવ્યા છે.