વડોદરા, તા ૩૧

 મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી દ્વારા આજે ‘મોદીજ્ર૨૦ઃ ડ્રીમ્સ મીટ ડિલીવરી’ પુસ્તકનો વાંચન અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ઉપસ્થિતિ આપી હતી. જ્યાં વિદેશ મંત્રી એ પુસ્તકમાં લખેલા પોતાના લેખ અને અનુભવો તથા બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ વડાપ્રધાનના રાજકીય જીવન પર લખેલા લેખ અને અનુભવો વાંચીને ઉદાહરણ સાથે સંભળાવ્યા હતા. અને ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો ,

આ પ્રસંગે કેન્દ્રીય વિદેશ મંત્રી એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે તેમની પ્રથમ મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ ૨૦૧૧માં તેઓ ચીનના રાજદૂત તરીકે ચીનમાં મળ્યા હતા. તેમણે પુસ્તકમાં લખાયેલા પોતાના અનેક લેખ અને અનુભવોને ટાંકીને ઉદાહરણ આપીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં ખૂબ જિજ્ઞાસા છે અને તે પોતાના અનુભવોથી શીખે છે અને સર્વશ્રેષ્ઠ દેશ અને દેશવાસીઓને આપવાની કોશિશ કરે છે. આ અનુભવ સમગ્ર ઉપસ્થિત લોકો સામે વ્યક્ત કરીને કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદી સાથે બહારના દેશોમાં ફરવા જઇએ એટલે તે ત્યાંની સુવિધા કે યોજનાને વિચારીને, જાેઇને, સમજીને, અનુભવીને ભારત લઇ આવે છે. જેમ કે, પબ્લિક હાઉસિંગ યોજના , સિંગાપોરથી, સાઉથ કોરિયામાંથી નદી શુદ્ધિકરણ અને જાપાનની બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ભારતમાં લઇ આવ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયનાં શિક્ષણમંત્રી જતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે કૃતઘ્નતા વ્યકત કરતા પ્રકાશકોને અપીલ કરી કે, તેઓ આ પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કરે અને આ પુસ્તક તમામ લાઇબ્રેરી અને તમામ યુનિવર્સિટીઝ અને બુક સેલરને ત્યાં પહોંચે તે જરૂરી છે. શાબ્દિક સ્વાગતવિધિ યુકિાયનવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ અને પ્રાસંગિક પ્રવચન રાજમાતા અને યુનિવર્સિટીના કુલાધિપતિ શુભાંગિની રાજે ગાયકવાડે આપ્યું હતું. મહત્વનું છે કે, આ પુસ્તક દેશના જાણીતા અને પ્રખ્યાત બુદ્ધિજીવીઓ અને નિષ્ણાતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર લખાયેલા લેખોનું એક સંકલન છે. આ પુસ્તક શ્રી નરેન્દ્રભાઇ મોદીના છેલ્લા ૨૦ વર્ષના રાજકીય જીવનને દર્શાવે છે.