મુંબઇ
સલમાન ખાન બોલિવૂડના એવા સ્ટાર છે કે જેમનો સમગ્ર ઇન્ડસ્ટ્રી પર દબદબો છે. તેમની ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે શિકાર કરવા નીકળ્યા હતા અને કાળા હરણને મારવાનો મામલો સામે આવ્યો હતો. જે 1998થી 2021 સુધી ચાલી રહ્યો છે. જેમાં આ વખતે પણ તેમને જોધપુર કોર્ટમાંથી માફી મળી ગઇ છે.
સલમાન ખાનને 16 જાન્યુઆરીના રોજ જોધપુર કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ તેમાંથી તેમને માફી મળી ગઇ છે. જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશની અદાલતમાં 16 વાર હાજરી માફી લઇ ચૂક્યા છે. કોરોનાના કારણે તેમને 6 વાર હાજરી માફી મળી છે અને હવે એક વધુ વાર તેમને કોર્ટમાં હાજરી આપવાથી માફી મળી ગઇ છે.
હવે કાંકણી હિરણ શિકાર તેમજ આર્મ્સ એક્ટ મામલામાં હાજરી માફી મળ્યા બાદ જિલ્લા તેમજ સેશન જિલ્લા જજ રાઘવેન્દ્ર કાછવાલની કોર્ટમાં સુનાવણી ટળી ગઇ છે. હવે આવનારી 6 ફેબ્રુઆરીએ ફરીથી કોર્ટમાં સુનાવણી થશે.
મહત્વનું છે કે એપ્રિલ 2018માં સલમાન ખાનને મળેલી ટ્રાયલ કોર્ટથી મળેલી પાંચ વર્ષની સજામાં જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશની અદાલતમાં પડકાર ફેંક્યો હતો. તે બાદ તે એક વાર કોર્ટમાં હાજર રહ્યાં હતા. અઢી વર્ષની આ અવધિમાં એક વાર હાજર રહ્યાં છે તેના સિવાય તે કોઇ ને કોઇ કારણે તે હાજરી માફી લેતા જ રહ્યાં છે.
કોરોનાકાળમાં તેમની પહેલી સુનાવણી 18 એપ્રિલ, બીજી 4 જૂન, ત્રીજી 16 જુલાઇ, ચોથી 14 અને પાંચમી 28 સપ્ટેમ્બર અને છઠ્ઠી 1 ડિસેમ્બરના રોજ હતી પરંતુ સલમાન તરફથી હાજરી માફી માંગી લેવામાં આવી હતી.
Loading ...