દિલ્હી-

ભારે વરસાદી માહોલ વચ્ચે કોસ્ટગાર્ડની શીપ પેટ્રોલિંગ કરી રહી હતી. જેના કારણે દરિયામાં પણ એક કરંટ જાેવા મળ્યો હતો. કોસ્ટગાર્ડે માછીમારોને શરણે થઈ જવા માટે સૂચના આપી દીધી હતી. આ તમામ પાકિસ્તાની ખલાસીઓની ઉંમર ૨૦થી ૩૦ વચ્ચેની છે. બોટમાંથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. આ બોટ શા માટે ભારતીય જળસીમા સુધી આવી હતી એ અંગે હજું સુધી કોઈ સચોટ વિગત સામે આવી નથી. આ બોટને પગલે કોસ્ટગાર્ડે સુરક્ષાના કારણોસર પેટ્રોલિંગ વધારી દીધું છે. ખાસ કરીને ભારતીય જળસીમા જ્યાંથી શરૂ થાય છે ત્યાં સુધી રાઉન્ડ ટુ રાઉન્ડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ઓખાનો દરિયાઈ વિસ્તાર કાયમી ધોરણે ઘુસણખોરીની પ્રવૃતિઓ માટે સતત સંવેદનશીલ રહ્યો છે. જ્યાંથી આંતરરાષ્ટ્રીય જળસીમા સૌથી નજીક છે. જાેકે, હાલમાં મળી આવેલી બોટમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ પ્રાપ્ત થઈ નથી. તો પછી બોટ અહીં સુધી શા માટે આવી રહી હતી એ અંગે એજન્સીઓ તપાસ કરી રહી છે. ભારતીય કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાંથી ૧૨ ખલાસીઓ સાથે એક પાકિસ્તાનની બોટ ઝડપી પાડી છે. બોટ સહિત તમામ પાકિસ્તાની ખલાસીઓને ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા. જ્યાં હવે તમામ સુરક્ષા એજન્સીઓ એમની પૂછપરછ કરીને તપાસ શરૂ કરશે. ગુજરાત કોસ્ટ ગાર્ડે પોતાના એક ખાસ પેટ્રોલિંગ દરમિયાન અરબી સમુદ્રમાં ભારતી જળસીમામાં ૧૨ ખલાસીઓ સાથેની બોટ પકડી પાડી હતી. કોસ્ટગાર્ડે પકડેલી આ બોટની તપાસ કરીને પછી ઓખા બંદરે લઈ જવામાં આવી હતી. કોસ્ટગાર્ડ તથા મરીન પોલીસે આ અંગે તપાસ તથા પૂછપરછ શરૂ કરી દીધી છે. જાેકે, આ તમામ ખલાસીઓ માછીમારી કરતા હતા ત્યારે ભારતીય જળસીમામાં ઘુસી ગયા હતા. એમની પાસેથી ખાસ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. ભારતીય કોસ્ટગાર્ડની શીપ રાજરત્ન જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે અલ્લાહ પાવક્કલ નામની એક બોટ ભારતીય જળસીમામાં જાેવા મળી હતી. કોસ્ટગાર્ડે તપાસ કરતા આ તમામ પાકિસ્તાનના હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ માછીમારી કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઓખા બંદરે જુદી જુદી એજન્સીઓએ આ તમામની પૂછપરછ શરૂ કરી દીધી છે. પૂછપરછ બાદ સમગ્ર હવાલો મરીન પોલીસને સોંપવામાં આવશે. પાકિસ્તાની બોટ પકડાઈ હોવાના વાવડ ઓખા પોર્ટ પર વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં માછીમારો દોડી આવ્યા હતા.