વડોદરા, તા.૨૦

શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ તેમજ શહેર ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે શહેરના સંવેદનશીલ વિસ્તારો અને ત્યાં આવેલા સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.લોકો મતાધિકાર નો અવશ્ય અને અચૂક ઉપયોગ કરે તેવો અનુરોધ કરતાં જણાવ્યું હતુ કેે ચુસ્ત બંદોબસ્ત સહિત સરળ અને શાંતિપૂર્ણ મતદાનની જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકો નિશ્ચિત થઈને મતદાન કરે. પોલીસ કમિશનરે જણાવ્યું કે સ્થાનિક પોલીસ ફોર્સ ઉપરાંત આર. એ. એફ.અને બી.એસ. એફ.ની કંપની પણ મળી છે. ત્રણ સ્તરીય બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મતદાન મથક ખાતે તેમજ મતદાન મથકની બહાર પણ બંધોબસ્ત રહશે. આ ઉપરાંત સતત સેક્ટર પેટ્રોલિંગ ચાલુ રહેશે.

શહેર ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું કે શહેર પોલીસ સાથે સચોટ સંકલન કરીને શાંતિપૂર્ણ મતદાન માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હાલમાં અમે મુલાકાત લીધી ત્યારે પણ મતદાન મથકો ખાતે પોલીસ ફોર્સ અને મતદાન કર્મચારીઓ સતર્ક રીતે પોતાની કામગીરી કરી રહ્યા છે. સેક્ટર મેજિસ્ટ્રેટ સહિત જરૂરી નિમણુંકો કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ

રહેવાની છે.