લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, માર્ચ 2026 |
2178
જામનગર, સુરત, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે. જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જાેવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે. આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવને પગલે દરિયાઈ માર્ગે આવતા ભંગારના કન્ટેનરો અધવચ્ચે ફસાઈ ગયા છે. જામનગરનો ઉદ્યોગ ૭૦ ટકા આયાતી ભંગાર પર ર્નિભર છે અને દરરોજ અંદાજે ૬૦૦ થી ૭૦૦ ટન કાચા માલની જરૂરિયાત હોય છે. હાલ બંદરો પર પડેલા સીમિત જથ્થાના સહારે ઉદ્યોગ માંડ ચાલી રહ્યો છે, જાે પરિસ્થિતિ સુધરશે નહીં તો કારખાનાઓ સંપૂર્ણપણે બંધ થવાની દહેશત છે.બીજી તરફ, મોરબીમાં ગેસની અછતને કારણે સિરામિક એકમોમાં શટડાઉન આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત કફોડી બની છે. મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે મોરબીમાં દરરોજ ૭,૦૦૦ થી ૮,૦૦૦ ટ્રકની અવરજવર રહેતી હતી, તે ઘટીને માત્ર ૨૦૦ જેટલી થઈ ગઈ છે. સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાથી કાચા માલની આવક અને તૈયાર માલની જાવક ઠપ્પ થતા અંદાજે ૧૬,૦૦૦ જેટલા ડ્રાઈવર અને ક્લીનરો બેરોજગાર બન્યા છે. ગુરુવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ‘કોઓપરેટિવ કોન્ક્લેવ ‘૨૬’ માં હાજરી આપવા આવેલા ૈંહ્લહ્લર્ઝ્રં અને ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે, સમુદ્રી માર્ગાે પ્રભાવિત થવાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઉભી કરી છે.કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે નાના વેપારીઓને પડતી મુશ્કેલી અંગે તેમણે ટકોર કરી હતી કે, આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું? જ્યા સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી સહિયારા પુરુષાર્થથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગેસની આ અછતને કારણે સુરતમાં ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે ૧૦,૦૦૦ જેટલા વીવિંગ યુનિટ્સ હાલ સીધા અસરગ્રસ્ત બન્યા છે. હાઈ-ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે ૧૨૦૦ વધુ સ્પીડ ધરાવતા મશીનો પર યાર્નને ગરમી (સ્ટીમ) આપવી અનિવાર્ય હોય છે, જે પ્રક્રિયા ગેસના અભાવે અટકી પડી છે. ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અને વિવર અગ્રણી ચેરમેન અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત ૫૫,૦૦૦ વીવિંગ યુનિટ્સ પૈકી અંદાજે ૩૦% એકમો એવા છે જ્યાં ગેસની મદદથી સ્ટીમ આપવી ફરજિયાત છે. ગેસના ઠપ્પ થયેલા પુરવઠાને કારણે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જે આગામી સમયમાં મોટા આર્થિક નુકસાનના સંકેત આપી રહી છે.