ભારતથી આવતા પેસેન્જરો પર આ દેશે કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો

મેલબોર્ન-

ભારતમાં કોરોનાનો કહેર જોતાં કેટલાય દેશોએ ટ્રાવેલ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેથી 14 મે સુધી ભારતથી આવનારા પેસેન્જરો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધને તોડવા પર અથવા અન્ય દેશ દ્વારા છુપાઈને ઓસ્ટ્રેલિયા પહોંચનારા પેસેન્જરોને પાંચ વર્ષની સજા અથવા રૂ. 50 લાખનો દંડ થઈ શકે છે. સરકારના આ નિર્ણય પછી ઓસ્ટ્રેલિયામાં ભારે બબાલ થઈ છે. સ્થાનિક લોકો ઓસ્ટ્રેલિયન સરકાર પર નક્સલવાદનો આરોપ લગાવી રહ્યા છે.

15 મે સુધી પ્રતિબંધ-ભારતમાં પ્રતિદિન આશરે ચાર લાખ કોરોનાના કેસ આવી રહ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવતા પેસેન્જરો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઓસ્ટ્રેલિયાના આરોગ્યપ્રધાન ગ્રેગ હન્ટે કહ્યું હતું કે નવા પ્રતિબંધો 15 મે સુધી લાગુ રહેશે. જોકે સમીક્ષા કર્યા બાદ એને આગળ વધારવામાં આવે એવી શક્યતા છે.

સાત દિવસમાં વિદેશથી આવલા 139 લોકો સંક્રમિત મળ્યા-ઓસ્ટ્રેલિયાના આરોગ્યપ્રધાને એ પણ કહ્યું હતું કે સરકાર આ નિર્ણયને હળવાશથી નથી લઈ રહી, એનાથી ઓસ્ટ્રેલિયન જાહેર આરોગ્ય અને ક્વોરોન્ટિન સિસ્ટમ સુરક્ષિત રહેશે. અમારા નિર્ણયથી ક્વોરોન્ટિન સુવિધામાં કોરોના કેસોને સંભાળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. છેલ્લા સાત દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં વિદેશથી આવેલા 139 લોકો કોરોના સંક્રમિત માલૂમ પડ્યા હતા. ઓસ્ટ્રેલિયન સરકારના આર નવા પ્રતિબંધ છેલ્લા બે સપ્તાહમાં બે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો દોહા થઈને મેલબોર્ન પહોંચ્યા પછી લગાવ્યા હતા. ભારતથી સીધી ફ્લાઇટો કેન્સલ થતાં આ બંને ક્રિકેટરો કતાર થઈને ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા., જે પછી ઓસ્ટ્રેલિયાએ કોઈ પણ દેશ દ્વારા ભારતથી આવનારા પેસેન્જરો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી, પછી ભલે એ ઓસ્ટ્રેલિયન નાગરિક જ કેમ ના હોય? ભારતમાં આશરે 9000 ઓસ્ટ્રેલિયનો છે, જેમણે પોતાના દેશ પરત ફરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution