દિલ્હી-

જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે અને લદ્દાખમાં ચીનની સાથે સતત બની રહેલા તણાવની વચ્ચે રાહુલ ગાંધીએ એક વાર ફરિ કેન્દ્રની મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. બુધવારે એક ટ્‌વીટ કરી રાહુલ ગાંધીએ છ મુદ્દા પર મોદી સરકારને ઘેરી હતી. જાણો એમણે કયા ૬ મુદ્દા પર સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી કહ્ય્š કે દેશ મોદી મેડ ડિઝાસ્ટાર્સના કારણે તડપી રહ્યો છે. તેમણે પોતાના ટ્‌વીટમાં લખ્યુ કે ભારત મોદી મેડ ડિઝાસ્ટર્સને કારણે હેરાન થઈ રહ્યોછે. જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો - 23.9%, 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી, 12 કરોડ નોકરિઓ ખતમ,

કેન્દ્ર રાજ્યોને જીએસટી રિટર્ન નથી આપી રહ્યું, દુનિયામાં સૌથી વધારે નવા કોરોનાના કેસ અને મોત ભારતમાં થઈ રહ્યા છે. આપણી સરહદ પર વિદેશી ઘૂસણખોરી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સોમવારે જીડીપીનો ડેટા રિલીજ કર્યો હતો. ચાલુ નાણાંકીય વર્ષ2020-21ની એપ્રિલ-જૂનમાં 23.9 ટકાનો ભારે ઘટાડો નોંધાયો હતો. 40 વર્ષો બાદ જીડીપીમાં એવો ઘટાડો નોંધાયો હતો. જાે રે આંકડા પર મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે કહ્યું કે જીડીપીમાં પહેલા ભાગમાં ઘટાડાની આશાને અનુરુપ છે.

તેમણે કહ્યું કે એપ્રિલથી જૂન વાળા સમયમાં પુરા દેશમાં લોકડાઉન રહ્યું હતુ અને તે દરમિયાન મોટી આર્થિક ગતિવિધીઓ બંધ હતી. આ માટે જીડીપીમાં ઘટાડો આશા અનુરુપ હતી. કોરોનાને કારણે લોકડાઉનના કારણે અંદાજાે છે કે કરોડો નોકરીઓને નુકસાન થયું છે. બહુ બધા લોકોનો રોજગાર છીનવાઈ ગયો છે. ત્યારે કેન્દ્ર સરકારે મહિનાઓથી રાજ્યોને જીએસટી વળતર આપ્યુ નથી. જેને લઈને જીએસટી કાઉન્સિલમાં ચર્ચા પણ થઈ ચૂકી છે.