નવીદિલ્હી,તા.૮
ભારતે થોડા સમય પહેલાં જ યુકેમાંથી ૧૦૦ ટન સોનુ પરત મગાવ્યુ હતું. જેના પર લોકોએ તર્ક-વિતર્ક લગાવ્યા હતા. પરંતુ આ મામલે સ્પષ્ટતા આપતાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આરબીઆઈ બ્રિટનમાંથી ૧૦૦ ટકન સોનાનો ભંડાર ભારત લાવી છે. કારણકે, દેશમાં તેનો સંગ્રહ કરવા પર્યાપ્ત ભંડાર ક્ષમતા છે. જેઓ અન્ય કોઈ વિતર્ક કાઢશો નહીં.
આરબીઆઈએ ૨૦૨૩-૨૪માં બ્રિટનમાં સંગ્રહિત પોતાનું ૧૦૦ ટન સોનુ ભારતની તિજાેરીમાં ટ્રાન્સફર કર્યું છે. જે ૧૯૯૧ બાદ સોનાનુ સૌથી મોટુ ટ્રાન્સફર છે. ૧૯૯૧માં ફોરેક્સ સંકટનો સામનો કરવા ભારતે પોતાના સોનાનો મોટો હિસ્સો ગિરો મૂકવા તિજાેરીમાંથી બહાર કાઢ્યું હતું. દાસએ જણાવ્યું કે, આ સોનુ આપણું છે, જે માત્ર વિદેશના ભંડારમાં લાંબા સમયથી સુરક્ષિત રાખવામાં આવ્યું હતું.
સત્તાવાર આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દેશની કુલ ગોલ્ડ રિઝર્વ ૨૭.૪૬ ટન વધી ૮૨૨ ટન થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનાનો એક મોટો હિસ્સો વિદેશમાં જમા છે. અન્ય દેશોની જેમ ભારતે પણ પોતાનું સોનુ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાસે જમા કરાવ્યું છે. જાે કે, હવે સ્થાનિક સ્તરે લોજિસ્ટિક અર્થાત ભંડારની ક્ષમતા હોવાથી ભારતે તેમાંથી ૧૦૦ ટન સોનુ પરત મંગાવ્યુ હતું. હાલ ભંડારમાં ઉપલબ્ધ ગોલ્ડનુ પ્રમાણ ૪૦૮ ટનથી વધ્યું છે.
આરબીઆઈના વાર્ષિક રિપોર્ટ અનુસાર, ૨૦૨૩-૨૪માં જારી કરવામાં આવેલા ચલણી નોટ્સના બદલે સ્થાનિક સ્તરે ૩૦૮ ટનથી વધુ સોનુ ફાળવ્યું હતું. તે સિવાય ૧૦૦.૨૮ ટકન સોનુ સ્થાનિક બેન્કિંગ વિભાગની સંપત્તિ પેટે જમા કરવામાં આવ્યું હતું. વિદેશણાં ૪૧૩.૭૯ ટન સોનાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે, વિશ્વમાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દરમિયાન અસ્થિરતા સામે રક્ષણ આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ૪ મહિનામાં ગોલ્ડ રિઝર્વમાં ૨૪ ટન સોનું ઉમેર્યું છે. સોનાનો આ જથ્થો ૨૦૨૩માં સમગ્ર વર્ષ દરમિયાન ખરીદાયેલા સોના કરતાં લગભગ દોઢ ગણો છે.
Loading ...