ઇન્દોર,

મધ્યપ્રદેશના નીમચમાં ચાની લારી ચલાવનાર સુરેશ ગંગવાલની 23 વર્ષીય પુત્રી આંચલને હૈદરાબાદમાં એરફોર્સની ટ્રેનિંગ પુરી કરી શનિવારે,123 કેડેટ્સ સાથે ભારતીય વાયુસેનામાં કાર્યરત કરવામાં આવ્યા હતા.આંચલના પિતા સુરેશ ગર્વથી કહે છે, "ફાધર્સ ડે પર પિતા માટે આનાથી વધુ સારી ભેટ બીજી શું હોઇ શકે." મારા જીવનમાં ખુશીની તકો ઓછી આવી છે. પણ મારી દીકરી, જેણે કોઇ દિવસ હાર ન માની, તેણે સાબિત કરી દીધું કે મારા બધા સંઘર્ષોના પરસેવાનાં ટીપાં મોતીથી કંઇ ઓછા નથી. તે જ સમયે, આંચલે કહ્યું, 'તેણે મુસિબતોથી ન ગભરાવવાના પાઠ પિતા પાસેથી શીખ્યા છે. જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવશે જ પરંતુ મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત હોવી જરૂરી છે. 'આંચલની એરફોર્સમાં ફાઇટર પાઇલટ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ તરફ તેમણે કહ્યું કે મેં એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસર બનવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લેબર ઈન્સ્પેક્ટરની નોકરી છોડી દીધી છે.આચંલ આગળ જણાવે છે કે 'મારો એક જ ધ્યેય હતો, કોઈપણ સંજોગોમાં એરફોર્સમાં જવું. આખરે મને છઠ્ઠા પ્રયત્નમાં સફળતા મળી. ”આંચલના પિતાએ જણાવ્યું કે મારા ત્રણેય બાળકો શરૂઆતથી જ શિસ્તમાં જ રહ્યા. મેં મારી પત્ની સાથે બસ સ્ટેન્ડ પર ચા-નાસ્તાની દુકાન શરૂ કરી. જ્યારે હું કામ કરતો ત્યારે ત્રણેય બાળકો અમને જોતા હતા. ક્યારેય કોઈ જીદ કરી નથી. તેમને જે મળ્યું તેમાં તે ખુશ થયા.

તેમણે કહ્યું કે, રવિવારે દીકરી આંચલ હૈદરાબાદના એરફોર્સ સેન્ટરમાં ફ્લાઇંગ ઓફિસર તરીકે જોડાઇ હતી. આ જ મારી મૂડી અને અત્યાર સુધીની બચત છે. દીકરી શરૂઆતથી જ શિક્ષણમાં ટોપર રહી છે. તેણે બોર્ડની પરીક્ષામાં 92 ટકાથી વધુનો સ્કોર મેળવ્યો હતો. 2013 માં ઉત્તરાખંડમાં થયેલી દુર્ઘટના અને એરફોર્સએ ત્યાં જે રીતે કાર્ય કર્યું. તેને જોતાં જ પુત્રીએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને એરફોર્સમાં જવાની તૈયારી કરી. આજે તે આ તબક્કે પહોંચી છે, તે મારા માટે ગર્વની વાત છે.