11, નવેમ્બર 2020
3366 |
દિવાળી હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. દિવાળીના તહેવારની આજથી શરુઆત થઈ ચુકી છે. તેમાં અગિયાસર, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ગોવર્ધન પૂજા અને બાઈબીજ આવે છે, જેમાં સૌથી મોટો તહેવાર એટલે દિવાળી.
દીવડા પ્રગટાવવાની શરૂઆત અગિયારસથી લઈને ધનતેરસ તેમજ ભાઈબીજ સુધી મંદિરો અને ઘરો રંગેબરંગી લાઈટિંગ્સથી ઝળહળી ઉઠે છે. તહેવારોમાં આંગણે રંગોળી બનાવાય છે. માર્કેટમાંથી લાવવામાં આવેલી નવી નવી વસ્તુઓથી ઘરની સજાવટ કરવામાં આવે છે. દિવાળી પર્વનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે વાઘ બારસ પર્વની ઉજવણી સાથે શહેરીજનો તેમના ઘર આંગણે રંગોળી પૂરવાનો તેમજ ઊંબરા પૂજવાની પરંપરાનો પ્રારંભ કરશે. ગુજરાતમાં વાઘ બારસના દિવસથી દીવડા પ્રગટાવવાની શરૂઆત થઈ જાય છે. દરેકના આંગણામાં આજથી દીવા પ્રગટાવવામાં આવે છે. આજથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. આ દિવસે વેપારીઓ પોતાના તમામ જૂના હિસાબો પૂરા કરીને નવા હિસાબની શરૂઆત કરે છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળી તહેવારનો પહેલો દિવસ ગણે છે.