વડોદરા, તા.૧
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે ચાર ઝોનમાંકોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ, કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે ડોર ટુ ડોરની ગાડી લાયસન્સ હોય તેવા ડ્રાઇવરો ચલાવવાને બદલે તેઓ પોતાના પરિવારના સગીરને ગાડી ચલાવવા આપી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. વાયરલથયેલા વિડીયોમાં ગાડીનો મૂળ ડ્રાઇવર દારુના નશામાં ગાડી ચલાવી રહેલા સગીરની બાજુમાં સૂઇ ગયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ વિડિયો પશ્ચીમ વિસ્તારનો હોવાનું કહેવાય છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવી રહેલા સગીરનો વિડિયો એક જાગૃત યુવાન દ્વારા મોબાઇલમાં કેદ કરી લીધો હતો. ઉપરાંત આ જાગૃત યુવાન દ્વારા ગાડી રોકીને તપાસ કરતા કચરાની ગાડીનો મૂળ ડ્રાઇવર ગાડી ચલાવનાર સગીરની બાજુમાં દારુના નશામાં સૂઇ રહ્યો હોવાનું જણાઇ આવ્યું છે. જાેકે, આ વીડિયો ક્યારનો છે અને કયા વિસ્તારનો છે તેની કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.
ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર સગીરનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.જાેકે, મળતી વિગતો મુજબ જાગૃત યુવાનની તપાસમાં આ ડોર ટુ ડોર કચરાની ગાડી વોર્ડ નં-૧૦માં કચરાનું કલેક્શન કરે છે. ત્યારે ઓરીજનલ ડ્રાઇવરનો ઉધડો લેતા ગાડી ચલાવનાર સગીર કોઇને અકસ્માત કરશે તો તે માટે જવાબદાર કોણ ? તેવા સવાલ કરતા નશામાં ચૂર ઓરિજિનલ ડ્રાઇવર કોઇ જવાબ આપી શક્યો ન હતો.
પાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવવા માટે જે ડ્રાઇવરોની ભરતી કરે છે. તે ડ્રાઇવરો પૈકી કેટલા પાસે લાયસન્સ છે કે કેમ ? તે અંગે જાે તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે આ વાઈરલ થયેલા વિડિયો સંદર્ભે પાલિકા તંત્ર દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવે છે.તે જાેવાનું રહ્યંુ.
Loading ...