કોરોના મહામારી વચ્ચે સહેલાણીઓ માટે એફિલ ટાવર ખુલ્લો મુકાયો

પેરિસ,

વિશ્વભરમાં કોરોનાના વધી રહેલા કેસને જાઈ સરકારોએ તેમના દેશમાં લાકડાઉન લાગુ કર્યું હતું. જેના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આર્થિક સંકટને જાતા લોકડાઉનમાં ઢીલ આપવાનું તમામ દેશોએ શરૂ કર્યું છે. આ દરમિયાન આજે ફ્રાંસમાં પણ એફિલ ટાવર ખોલી દેવામાં આવ્યો છે. લોકો કેટલાક નિયમોનું પાલન કરીને ફરી એક વખત એફિલ ટાવરનો નજારો માણી શકશે.

છેલ્લા ત્રણ મહિનાથી એફિલ ટાવર બંધ હતો. જે બાદ આજે ૨૫ જૂનથી ફરીથી ખોલવામાં આવ્યો છે. તેના ઓપરેટર જાણકારી આપતાં જણાવ્યું કે, બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત એફિલ ટાવરને આટલા સમય સુધી બંધ કરવો પડ્યો હતો. આજથી અહીંયા આવતા તમામ લોકોએ કેટલીક સાવધાની અને નિયમોનું પાલન કરવું પડશે. જેમાંથી એક નિયમ છે કે ૧૧ વર્ષથી ઉપરના તમામ લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution