વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા શહેરને સંસ્કારી,સ્વચ્છ, સ્વસ્થ,સલામત રાખવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શિક્ષણ-આરોગ્યની સવલતો,કરવેરામાં રાહત,શુદ્ધ પાણી સહિતની સુવિધા અપાશે એવો વાયદો કરવામાં આવ્યો છે. વડોદરા શહેરની કોર્પોરેશનની ચૂંટણીનો કાૅંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો છત્તીસગઢના ગૃહમંત્રી અને ગુજરાત મહાનગર પાલિકા અને જિલ્લાની ચૂંટણીના પ્રભારી તામ્રધ્વજ સાહુ દ્વારા વચનપત્ર જાહેર કરાયું હતું.આ પ્રસંગે શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, શહેરના પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસે જે કહ્યું હતું તે કર્યું હતું. કોંગ્રેસ જે કહેશે તે પણ કરશેના સંકલ્પ સાથે વડોદરાને સંસ્કારી,સ્વચ્છ,સ્વસ્થ,સલામત રાખવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસ આપણા વડોદરાને અદભુત બનાવશે એમાં શિક્ષણમાં અગ્રીમ, આરોગ્યમાં અવ્વલ, અડચણ વિનાનું, આઇકોનિક, બેરોજગાર મુક્ત, સ્લેમ ફરી, ટેક્ષના ભારણ વિનાનું, શુદ્ધ પાણીથી પરિતૃપ્ત, ગ્રીન સુવિધા, સૌરક્ષ અને સેવાથી સજ્જ સુંદર વડોદરા બનાવવાની વાત કોંગ્રેસના મેનીફેસ્ટોમાં કરાઈ છે. શિક્ષણના વેપારીકરણને વિદાય આપવાનો વાયદો કરાયો છે. અલ્ટ્રા મોર્ડન સ્કૂલો થકી મફત શિક્ષણની વાત કરી છે. ઝોન પ્રમાણે અંગ્રેજી શાળા અપાશે. ડ્રોપ આઉટ ઘટાડશે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવશે. બસોથી એક હાજર બેડની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, ઓક્સિજન,વેન્ટિલેટર સાથેની ૨૪ બાય ૭ એમ્બ્યુલન્સ સેવા, પ્રત્યેક વોર્ડમાં તિરંગા ક્લિનિક, મેડિકલ સ્ટાફને સરકારી નોકરીનું વચન અપાયું છે.ભરી શકાય એવા ટેક્ષનું માળખું, નવા વિસ્તારોમાં સુવિધાઓ પહોંચે નહીં ત્યાં સુધી કોઈ કરવેરા નહીંનું વચન, મોલ ,શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગ ચાર્જની નાબુદી, મલ્ટી સ્ટોરી પાર્કિંગ સુવિધા, રોડ સાઈડ પાર્કિંગ સુવિધાનું પણ વચન અપાયું છે. શહેરના યુથ,સ્ટુડન્ટ, કપાળ અને કોર્પોરેટ માટે ડેટ ડેસ્ટિનેશન વિથ કોફી શોપ,મહિલાઓને માટે કિટ્ટી પાર્ટી હોલ,ડેસ્ટિનેશન,ગ્રાઉન્ડની ફેસિલિટીનું વચન આપ્યું છે.શહેરમાં પૂરતા દબાણથી શુદ્ધ પાણી, બાગ-બગીચા,બસ સ્ટેન્ડ,બજારો,ફરવાના વિવિધ સ્થળોએ વોટર પ્લાન્ટ થાકી પીવાનું શુદ્ધ પાણી,કલાનગરીને જીવંત રાખવાને માટે આર્ટ ગેલેરીનું નિર્માણ.નોકરીથી ટેન્ડર સુધીની પારદર્શી પ્રક્રિયા, ફાયર સેફ્ટિનો શહેશરમ વિના અમલ કરાશે. પાલિકામાં વિવિધ સંવર્ગમાં વર્ગ ૩-૪માં કાયમી નોકરી, વેન્ડર એક્ટનું અમલીકરણ, ઘર વિહોણા પરિવારોને ઘર, સ્લેમ ફરી નગર, મહિલાઓ અને એક્સ આર્મી સ્ટાફને મફત મુસાફરીની સુવિધા, ધાર્મિક સ્થળોને વિકસાવાશે. વિદ્યાર્થીઓને પાસમાં ૭૫ ટકા કન્સેશન.

વિશ્વામીત્રીનું શુદ્ધિકરણ કરીને દબાણો દૂર કરાશે. વડોદરામાં પાંચ ડિગ્રી તાપમાન ઘટાડવાનું લક્ષ્યાંક. ગ્રીન વોલ વૃક્ષોની હારમાળા સર્જવામાં આવશે. જેમાં મદદરૂપ થનારને પ્રોપર્ટી અને પ્રોફેશનલ કર્મ રાહત અપાશે. પોલ્યુશનનું કાયમી શોલ્યુશન લવાશે. ફરિયાદોને માટે આધુનિક સુવિધા, બાકી વિસ્તારોમાં સીસીટીવી લગાડાશે.સભાનું લાઈવ ટેલિકાસ્ટ જેવા વચનો કોંગ્રેસના વચન પત્રમાં આપ્યા છે.