23, માર્ચ 2023
પવિત્ર ચૈત્ર માસના પ્રારંભે જ સમગ્ર શહેર ભક્તિમય બની ગયું છે. મહિનાની શરૂઆતમાં ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રિનો પ્રાંરભ થતાં કારેલીબાગ સ્થિત બહુચર માતાનું મંદિર અને શહેરના મધ્યમાં આવેલા જગતજનની માં અંબાના મંદિરે ભાવિભક્તો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડયા હતા. મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ એટલે ગુડી પડવા નિમિત્તે વહેલી સવારથી મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પ્રભાતફેરી યોજીને પોતપોતાના ઘરઆંગણે ગુડીની પૂજા-અર્ચના કરી વિધિ કરવામાં આવી હતી.